વડોદરાના સીસ્વા ગામ ના તળાવ માં સ્વીફ્ટ ગાડી ખાબકી, ગાડી માં સવાર હતા 3 લોકો, ત્રણ માંથી એક નું મોત
વડોદરા ના સીસ્વા ગામ ના તળાવ માં સ્વીફ્ટ ગાડી ખાબકી, ગાડી માં સવાર હતા 3 લોકો, ત્રણ માંથી એક નું મોત
આજે વહેલી સવારે સવારે કોઈ અગમ્ય કારણોસર એક સ્વિફ્ઠ ગાડી સીસ્વા તળાવ માં ખાબકી હતી, આ ગાડી માં માહિતી પ્રમાણે 3 માણસો સવાર હતા, ગાડી તળાવ માં ખાબકી ની માહિતી મળતા સાથે સ્થાનિકો ભેગા થયા હતા, અને પોલીસ અને ફાયર ને જાણ કરતા પોલીસ અને ફાયર ઘટના સ્થળે પોહચ્યા હતા, માહિતી પ્રમાણે ગાડી ખાબકતા ની સાથે ગાડી માં સવાર એક માણસ ને તરતા આવડતું હોવાથી, તે તરીને તળાવ ની બહાર નીકળી ગયેલ, પરંતુ 2 માણસો જે તળાવ માં હતા તેમાંથી એક માણસ ને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી ને બચાવી લેવાયો હતો, પરંતુ ત્રીજા અન્ય વ્યક્તિ ની ગાડી માં શોધખોળ કરતા એ મળી આવ્યો નહતો, ફાયર બ્રિગેડ દ્વારા બોટ બોલાવીને શોધખોળ કરતા ત્રીજો વ્યક્તિ મૃત હાલત માં તળાવ ની વચ્ચે થી મળી આવ્યો હતો, ફાયર બ્રિગેડ દ્વારા ગાડી ને તળાવ ના પાણી માંથી બહાર કાઢવામાં આવી હતી, સ્વીફ્ટ ગાડી નો નંબર GJ06AU6582 જોવા મળ્યો હતો, મૃતક યુવાનનું નામ ચંદ્રેશ શાહ જાણવા મળ્યું હતું અને તે મંજુસર GIDC માં ખાનગી કંપની માં નોકરી કરતો હતો, બચેલા 2 યુવાનો માંથી એક ગાડી નો ડ્રાઈવર હતો જે ડભોઇ રહે છે અને બીજો યુવાન બાજવા ખાતે રહે છે, આ ગાડી કઈ રીતે તળાવ માં ખાબકી એની કોઈ ચોક્કસ કારણ જણાઇ આવેલ નહતું,
નૈતિક સમાચાર (NS NEWS)