આવો કોઈની મદદ કરીયે ગ્રુપ દ્વારા જરૂરિયાદમંદ બાળકો ને સ્કૂલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
આવો કોઈની મદદ કરીયે ગ્રુપ દ્વારા જરૂરિયાદમંદ બાળકો ને સ્કૂલ કીટ નું વિતરણ કરવામાં આવ્યું,
સેવાભાવી સંસ્થાઓનું દ્વારા કેટલાય જરૂરિયાતમંદ લોકો ને જમવાનું, રહેવાનું, ભોજન, સ્કૂલ ફી, બાળકોને ગણવેશ આવી અનેક સેવા આપવામાં આવી રહી છે,
તેવામાં આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ના ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત અને ટીમ ધ્વારા સાબરકાંઠા-અરવલ્લીના જરુરીયાતમંદ બાળકો ને સ્કુલ કીટ (સ્કુલ-બેગ, ચોપડા , બુક , સ્ટેશનરી) , સ્કુલ ફી , યુનીફોર્મ , અભ્યાસક્રમ પુષ્તકો આપવાનો સેવાયજ્ઞ ચાલુ કરેલ છે.
ગ્રુપ માં કોઈ નો જન્મદિવસ કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે જરૂરિયાતમંદ લોકો ને આવો કોઈની મદદ કરીએ ગ્રુપ દ્વારા યથાશક્તિ થી જરૂરિયાત મદદ કરવાનું સેવા ભાવિ કામ કરવામાં આવી રહ્યું છે,
ગ્રુપ ના હિતેન્દ્રસિંહ સોલંકી (ગુરુકુલ એકેડમી) ના જન્મદિન નીમીતે રાજેન્દ્રનગર ગામ ખાતે બી.જે.તન્ના હાઈસ્કુલ માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને સ્કુલ-કિટ નુ વિતરણ કરવામાં આવ્યુ જેમા સત્યપાલસિંહ સિસોદીયા , બી.એમ.મોદી સર હાજર રહ્યા હતા,
આવો કોઈની મદદ કરીએ ગ્રુપ ધ્વારા ટુંક સમય માં ૨૦૦૦ મા-બાપ વગરના કે જરુરીયાતમંદ બાળકો ને સ્કુલ-કિટ નુ વિતરણ કરવામાં આવશે…
આ નવી પહેલ માં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મદદ કરવા માંગતા હોય કે આપનો જન્મદિવસ પર આ રીતે ઊજવવા માંગતા હોય તો આગળના દિવસે ૭૬૦૦૬૦૭૦૭૦ નંબર પર સંપર્ક કરવા ગ્રુપ દ્વારા જણાવ્યું હતું,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)