વેસ્ટ પાણી કાઢવામાં બેફામ બનેલ પોઈચા ખાતે આવેલ લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આજે વહેલી સવારે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની રેઇડ !!
વેસ્ટ પાણી કાઢવામાં બેફામ બનેલ પોઈચા ખાતે આવેલ લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આજે વહેલી સવારે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ ની રેઇડ !!
સૂત્રો ના જણાવ્યા અનુસાર લેકટોસ ઇન્ડિયા કંપની વેસ્ટ પાણી પોઈચા ગામ ના નાળા માંથી મહીસાગર નદી છોડતી હતી? લેકટોસ કંપની દ્વારા મહીસાગર નદી માં વેસ્ટ પાણી છોડતા પકડાઈ,GPCB દ્વારા સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા,
એક તરફ કોરોના નો કહેર ચાલુ છે એવામાં આવી કંપનીઓ દ્વારા ઝેર સમાન વેસ્ટ પાણી નદીઓ છોડવામાં આવી રહ્યા છે,ક્યાંક ને ક્યાંક પોલ્યુશન ને ડામવા GPCB પણ ઢીલી પડતી દેખાઈ રહી છે,
સાવલી રાણીયા પોઇચા ખાતે આવેલ લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વારંવાર પોતાની કંપની નું કેમિકલ યુક્ત વેસ્ટ પાણી કોતર માંથી સીધું મહીસાગર નદીમાં છોડી દેવાના ભૂતકાળ માં બનાવ જોવા મળ્યા હતા,
આ કંપની વિરુદ્ધ માં સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર અરજીઓ અને આવેદનપત્રો લાગતા વળગતા અધિકારીઓ ને આપવામાં આવ્યા હતા, છતાં અધિકારીઓ દ્વારા લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર કોઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ નથી,
સાથે સાથે કોઈ કાયદેસર નો ગુનો દાખલ કરેલ નથી,
લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નું વેસ્ટ કેમિકલ યુક્ત પાણી મહીસાગર ના પાણી માં ભળી જાય છે, અને મહીસાગર નદી નું પાણી વડોદરાની જનતા ના પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે, આ કંપની ક્યાં સુધી શુદ્ધ પાણી ને કેમિકલ યુક્ત કરશે??
અવારનવાર આ લેકટોસ ઇન્ડિયા કંપની વેસ્ટ કેમિકલ પાણી સીધું મહીસાગર નદી માં થાલોવ્યા કરે છે, કેટલીય વખત સ્થાનિક લોકો દ્વારા આ પાઇપ લાઇન ને તોડી નાખવામાં આવેલ પરંતુ વારંવાર કંપની અને પંચાયત અને GPCB ની મિલી ભગત ના લીધી આ વેસ્ટ પાણી કાઢવા માટે ની પાઇપ લાઈલ પાછી નાખી દેવામાં આવે છે, અને રાત્રી ના સમય એ આ વેસ્ટ કેમિકલ પાણી મહીસાગર નદી માં નીકાળવાનું ગેરકાયદેસર કાર્ય લેકટોસ કંપની દ્વારા કરવામાં આવે છે.
વધુ માં સ્થાનિકો ના જણાવ્યા અનુસાર આ લેકટોસ ઇન્ડિયા કંપની ના માલિક ની રાજકારણીઓ તથા ઉચ્ચ અધિકારીઓ
સાથે ઉઠક-બેઠક હોવાથી આ કંપનીને કેમિકલ યુક્ત વેસ્ટ પાણી મહીસાગર માં છોડતા કોઈ રોકી શકતું નથી બધા ની મિલીભગત હોવાથી વેસ્ટ કેમિકલ યુકત પાણી છોડવાનું રાબેતા મુજબ ચાલ્યા જ કરે છે!!
પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા ક્યારે લેકટોસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું!
નૈતિક સમાચાર (NS NEWS)