વડોદરા ની નંદેસરી પોલીસ અને જવાહરનગર પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ ની સરાહનીય કામગીરી!
નંદેસરી પોલીસ અને જવાહરનગર પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓ ની સરાહનીય કામગીરી!
નંદેસરી પોલીસ
દેશમાં કોરોના (corona virus) ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી, એસટી સેવા, બસ સેવા, રેલવે સેવા સહિતની માસ ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ હાલ બંધ છે. સાથે સાથે સમગ્ર ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે સુરત અને વડોદરા ના મજૂર લોકો જે લોકો પોતના વતન જવા માંગતા હતા તે રસ્તામાં અટવાઈ પડ્યા છે. કોઈ સુવિધા ઉપલબ્ધ ન મળવાથી સુરત ના મજૂરો પગપાળા પોતાના વતને જવા નીકળ્યા છે. આ પગપાળા વતને જતા મજૂરો ને આજ રોજ નંદેસરી પોલીસ સ્ટેશન ના સ્ટાફ અને નંદેસરી ના સામાજિક કાર્યકરો દ્વારા નંદેસરી હાઇવે ઉપર નાસ્તો અને ચા-પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જવાહરનગર પોલીસ દ્વારા ગરીબ માણસો જે રોજ કમાઈ ને રોજ જમતા હોય તેવા વિસ્તાર માં જઈને 250 થી 300 ફૂડ પેકેટ નું વિતરણ કર્યું, આ ભૂખ્યા લોકો માટે પોલીસ અન્નદાતા બની પોહચી,
કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, તો સાથે જ ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા પણ મળી નથી, તેથી બેરોજગાર બનેલા આ મજૂરોએ વતન તરફ મીટ માંડીને ચાલતી પકડી છે.
આમ, આ એ રોજમદારો છે, જેઓ રોજ કમાઈને રોજ ખાય છે. જ્યાં રોજગારી જ મળતી ન હોય તો તેઓ કમાવશે શું અને કોના ભરોસે તેઓ બેસી રહેશે. આવામાં પોતાના વતન જવા નીકળેલા મજૂરોને વાહનવ્યવહાર પણ મળી નથી રહ્યો. વાહનવ્યવહાર બંધ હોવાથી પગપાળા ચાલતા નીકળ્યા છે. તેઓએ જણાવ્યું કે, રસ્તામાં કોઈ ગાડી મળશે તો તેમાં બેસીશું, નહિ તો ચાલતા જ જઈશું. આમ, ગુજરાતમાંથી જનારા એક-બે નહિ, હજ્જારો લોકો છે, જે માદરેવતન જવા નીકળ્યાં છે. રોજ કમાઈને રોજ ખનારા આ રોજમદારોને હાલ લોકડાઉનમાં કોઈ જ કામ મળી નથી રહ્યું. ભૂખ્યા અને
મજૂરો ના કહેવા પ્રમાણે તેમને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ વ્યવસ્થા કરી આપવી જોઈએ!
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)