નંદેસરી પોલીસ સ્ટેશન ના PSI PR ગોહિલ તેઓના સ્ટાફ અને નંદેસરી ના સામાજિક કાર્યકર્તાઓ છેલ્લા 3 દિવસ થી ભૂખ્યા ને ભોજન આપી રહ્યા છે
નંદેસરી પોલીસ સ્ટેશન ના PSI PR ગોહિલ તેઓના સ્ટાફ અને નંદેસરી ના સામાજિક કાર્યકર્તાઓ છેલ્લા 3 દિવસ થી લોકડાઉન માં ફસાયેલા ભૂખ્યા ને ભોજન આપી રહ્યા છે
દેશમાં કોરોના (corona virus) ને કારણે હાહાકાર મચ્યો છે. દરેક રાજ્યએ પોતાની સરહદો સીલ કરી દીધી છે. સમગ્ર દેશ સાથે ગુજરાતે લોકડાઉન કર્યું હોવાથી, એસટી સેવા, બસ સેવા, રેલવે સેવા સહિતની માસ ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ હાલ બંધ છે. સાથે સાથે સમગ્ર ઉદ્યોગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેને કારણે મજૂર લોકો જે લોકો પોતાના વતન જવા માંગતા હતા તે રસ્તામાં અટવાઈ પડ્યા છે. કોઈ સુવિધા ઉપલબ્ધ ન મળવાથી કેટલાય મજૂરો પગપાળા પોતાના વતને જવા નીકળ્યા છે. આવા ફસાયેલા મજૂરો અને ભૂખ્યા લોકો ને નંદેસરી પોલીસ સ્ટેશન ના PSI પી,આર, ગોહિલ અને સ્ટાફ સાથે નંદેસરી ના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા 3 દિવા થી જમવાની , નાસ્તા ની અને ચા-પાણી ની વ્યવસ્થા કરવામાં આવી છે, તમામ જિલ્લા ના પોલીસ દ્વારા આવા લોકડાઉન માં ફસાયેલા લોકો ની મદદ કરવામાં આવી રહી છે,
કોરોનાને કારણે રોજગાર વ્યવસ્થા ઠપ્પ થઈ ગયો છે. કોઈ વિકલ્પ નથી રહ્યો, તો સાથે જ ટ્રાન્સપોર્ટેશનની કોઈ સુવિધા પણ મળી નથી, તેથી બેરોજગાર બનેલા આ મજૂરોએ વતન તરફ મીટ માંડીને ચાલતી પકડી છે. પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવા ફસાયેલા લોકો માટે નંદેસરી પોલીસ સ્ટેશન ના PSI પી,આર,ગોહિલ અને નંદેસરી ના સામાજિક કાર્યકર્તાઓ 3 દિવસ થી સતત ભૂખ્યા અને ફસાયેલા લોકો ની મદદ કરી રહ્યા છે
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)