અમદાવાદ ના SJND મિત્ર મંડળ દ્વારા લોકડાઉન માં સ્લમ વિસ્તાર માં જમવાની વ્યવસ્થા કરાઈ
અમદાવાદ ના SJND મિત્ર મંડળ દ્વારા લોકડાઉન માં સ્લમ વિસ્તાર માં જમવાની વ્યવસ્થા કરાઈ
કોરોના જેવી મહામારી ને કારણે લોકડોઉન ની પરિસ્થિતિ થી કોઈ પોતાના ઘર ની બહાર નીકળી શકતું નથી ત્યારે આવી કપરી પરિસ્થિતિ માં રોજ નું કમાઈને રોજ ખાવા વાળા મજુર વર્ગ ના લોકો ને SJND મિત્ર મંડળ દ્વારા અમદાવાદ ના વાસણા ની આજુબાજુના સ્લમ વિસ્તાર માં કે જ્યાં સવારે જમ્યા હોય તો સાંજે જમવાના ફાંફા પડે તેવા વિસ્તારોમાં સરકાર ના નિયમો નું ધ્યાન પાલન થાય તેવી રીતે ત્યાં ના રહીશો ને અમુક અમુક અંતરે દૂર દૂર ઉભા રાખીને અમોએ આશરે ૨૦૦ જેટલા લોકો ને ખીચડી નું વિતરણ કર્યું.
આવા કપરા સમયમાં આપણે આવા કર્યો કરતા રહેવું જોઈએ અને ભગવાને જેને ખરેખર ઘણું આપ્યું છે તેવા લોકોએ આ કપરા સમય ગાળા દરમિયાન ગરીબો તેમજ નિસહાય લોકો ને સહાય કરવી જોઈએ તેવી નમ્ર અપીલ કરવામાં આવી
નૈતિક સમાચાર (NS NEWS)