ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર ઉપલબ્ધ છે , સરકારી હોસ્પટલોમાં ૧૦૬૧ વેન્ટીલેટર છે
ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટીલેટર ઉપલબ્ધ છે , સરકારી હોસ્પટલોમાં ૧૦૬૧ વેન્ટીલેટર છે
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જ્યંતિ રવિએ કોરોનાને લઇને સમગ્ર રાજ્ય સાબદુ છે અને બનતા તમામ પગલા લેવાઈ રહ્યા હોવાનો આજે દાવો કર્યો હતો. લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે તેઓએ ફરી વાત કરી હતી. ગંભીરરીતે રહેલા દર્દીઓની સારવાર માટે ખાસ વ્યવસ્થા થઇ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગોમાં થઇને સરકારી હોસ્પિટલો ખાતે ૧૦૬૧ વેન્ટીલેટર ઉપલબ્ધ છે અને ખાનગી સંસ્થાઓમાં અંદાજીત ૧૭૦૦ જેટલા વેન્ટીલલેટર ઉપલબ્ધ છે. તે ઉપરાંત રાજ્યમાં હાલની નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ના સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરી તમામ દવાઓ, સાધન સામગ્રી, માનવબળ અને તમામ અન્ય કોઇપણ જરૂરી વસ્તુઓ,સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરી શકાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખાસ ખરીદ સમિતિ બનાવવામાં આવેલ છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં અમદાવાદ ખાતે ૧૨૦૦ બેડ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે ૨૫૦ બેડ તેમજ તમામ જીલ્લા ખાતે ૧૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરવામાં આવનાર છે. આમ કુલ રાજયમાં ૪૬૫૦ બેડની સુવિધા વધારવામાં આવશે જે માત્ર કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવનાર છે. તો બીજી તરફ રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર તથા રાજકોટ ખાતેની મેડિકલ કોલેજોમાં અને અમદાવાદ ખાતેની ત્રણ ખાનગી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી યુનીપેથ લેબોરેટરી અને પાનજીનોમિકસ લેબોરેટરી અમદાવાદમાં કોવિડ-૧૯ માટે લેબોરેટરી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક અંગે માહિતી આપતા ડો.રવિ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)