અનગઢ ગામની દત્તક કુટુંબ યોજના લોકડાઉન માં ગરીબ પરિવાર ને દત્તક લેવાનો અનોખો પ્રયાસ!
અનગઢ ગામની દત્તક કુટુંબ યોજના લોકડાઉન માં ગરીબ પરિવાર ને દત્તક લેવાનો અનોખો પ્રયાસ!
અનગઢ ગામ ના સરપંચ શ્રી એ પંચાયત ના સભ્ય સાથે રાખીને અનગઢ પંચાયત માં આવતા આર્થિક ગરીબ પરિવાર ને દત્તક લેવાનો નિર્ણય કરેલ છે!
અનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી એ એક પરિપત્ર બહાર પાડ્યો છે તેમા લખ્યું છે “અનગઢ ગામના વડીલ મજબુત આગેવાનોને અનગઢ સરપંચશ્રીની નમ્ર વિનંતી છે કે હાલ દુનિયા અને ભારત ભરમાં કોરોના વાયરસને લીધે લોકડાઉન ચાલે છે અને આ લોકડાઉનમાં મારી મારા વડીલ આગેવાનોને વિનતી છે કે આપણા ગામમાં રોજ લાવી રોજ ખાવાવાળા અતિ ગરીબ કુટુંબને મદદ કરવાનો સમય છે આ સેવાની ઘડી ફરી નહી આવે આપણે આ મહામારીના આ જન્મના સાક્ષી છે આપડા વડીલો કેતા તા કે ૫૬ નીઓ દુકાળ જોયો છે તે આપણે નથી જોયો પરંતુ ફરી આ યુગમાં હાલ કોરોના વાયરસના કારણે લોકો હાડમારી વેઠી રહ્યા છે ત્યારે મારી કડવી અને સરળ મારા વડીલોને વિનંતી છે કે આપણા ગામમાં અતિગરીબ લોકો જેમની ૨(બે) ટંકનું ખાવાની હાડમારી હોય તેની યાદી તૈયાર કરી રહયા છે પરંતુ તેની સાથે આપણે મારા મજબુત આગેવાનોને અપીલ કે આપણે આપણા ઘરે લગ્ન પ્રસંગો પાઠ,બાબરી જવારા માતાજીના માંડવા,ઓઢણી,ચાંલ્લામાં બવજ રસોઈ બનાવીએ છીએ અને ઘણી જગ્યાએ બગાડ પણ થતો નરી આખોએ જોયો છે.ઘણા વડીલો કે છે કે મારી ૧૦ મણ,૫ મણ,૩ મણની મીઠાઈ બનાવીજ પડે હું સમાજમાં મારી ભારે ઓળખાણ છે.બોવજ કે રિવાજોમાં ખર્ચા કરીયા પછે પરંતુ હાલ આપણે આપના ગામમાંથી અતિ મહામારીમાં અતિગરીબ કુટુંબ જેને હાલ અને લોકડાઉન ના ઉઠીયા સુધી ૧ વ્યક્તિએ ૧ ગરીબ કુટુંબ દત્તક લેવાનું છે તેને માત્ર ૨(બે) ટંકનું ભોજન કરાવવાનું છે જે આ ભવમાં આપણે જીવનભર યાદ રાખીશું કે મારા જીવનમાં ૧ કુટુંબ દત્તક લીધેલું જે આપણી પેઢીઓ પણ યાદ રાખશે આ સમયના સાક્ષી બનીશું તો મને મારા ગામ ઉપર પૂરો ભરશો અને વિશ્વાસ છે કે મારી આ લોક ભાગીદારીની યોજના દત્તક કુટુંબ જેને લેવું હોય તે મારો સંપર્ક કરે હું અથવા આપ પસંદ કરશો તે કુટુંબ ને આપને જવાબદારી આપવામાં આવશે જે માત્ર લોકડાઉન પત્યા પછી ૧ મહિનો જ્યાં સુધી ગરીબ કુટુંબ પોતાના પગભર ન થાય ત્યાં સુધી દત્તક લેવાનું છે હું પોતે પણ દત્તક લઈશ.મારી આ પહેલને આપ આદરણીય આગેવાનો મદદ કરશોજી. મિત્રો એક સમય હતો પોતાની થાળી પીરસેલી બીજાને આપી દેતા તેનાજ વારસો આપણે છીએ હાલ આખી જિંદગી આપણે બોવ દોડયા આ સમય અને ઘઢી ફરી નઈ મળે મિત્રો આખા દેશ અને ગુજરાત અને ગામે ગામ આપણા આ સેવાની લોકો નોંધ લે અને બીજા પણ પ્રેરિત થાય કોઈ પણ કુટુંબ ભુખ્યું ન સુવે આપણી સહિયારી ફરજ છે મિત્રો થોડી બેસન અને ફેસન સામાજીક ખર્ચા ઓછા કરીશું તો આપણી સાથે બીજા કુટુંબ પણ જીવી જશે.મિત્રો મારું ખોટું હોય તો ખોટું કે જો અને સારું લાગે તો મને આ દત્તક કુટુંબમાં મદદ કરશો તેવી મારા અનગઢ ગામના વડીલોને મારી વિનંતી છે.હું તમારી રાહ જોવ છું.”
અનગઢ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી રાજુભાઇ ગોહિલ અને પંચાયત ના સભ્ય દ્વારા કેટલાય ગરીબ આર્થિક પરિવાર ને દત્તક લેવામાં આવ્યા છે, આ યોજના ને જોઈને આજુ બાજુના ગ્રામ પંચાયત ના સરપંચો પણ આ યોજના અમલ માં મૂકે એવી વિન્નતી કરી હતી,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)