દિલ્હીમાં કુલ કેસ પૈકી ૪૨૬ જમાતના છે : રિપોર્ટમાં દાવો , નવા તમામ ૯૩ કેસ તબલીગી જમાતના છે !
દિલ્હીમાં કુલ કેસ પૈકી ૪૨૬ જમાતના છે : રિપોર્ટમાં દાવો , નવા તમામ ૯૩ કેસ તબલીગી જમાતના છે !
દિલ્હીમાં કોરોના વાયરસના વધતા જતાં કેસો વચ્ચે આવનાર દિવસોમાં પારો ટૂંકમાં જ ૪૦ ઉપર પહોંચનાર છે. આ ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે. ગરમી વધવાની સાથે કોરોનાના કેસો ઘટી શકે છે. દિલ્હીમાં બે દિવસમાં કોરોનાના કેસો ડબલ થયા છે. બીજી એપ્રિલના દિવસે દિલ્હીમાં કોરોના કેસોની સંખ્યા ૨૨૩ હતી જ્યારે ચોથી એપ્રિલે ૪૪૭ થઇ હતી. દિલ્હીમાં નિઝામુદ્દીન અને શાહદરા વિસ્તાર કોરોનાના હોટસ્પોટ તરીકે છે. તાપમાન વધવાની સાથે સાથે કોરોનાના કેસો વધ્યા છે કે કેમ તેને લઇને ચર્ચા છે ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું છે કે, દિલ્હીમાં ૨૦ વિસ્તારો કોરોના વાયરસના હોટસ્પોટ બની ગયા છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, કોરોના વાયરસના ટેસ્ટિંગ કિટ આવતાની સાથે જ સમગ્ર રાજ્યમાં મોટાપાયે ટેસ્ટ અભિયાન ચલાવવામાં આવશે. રાજ્યમાં હજુ સુધી ૬૭૦ કોરોના કેસો થઇ ચુક્યા છે જે પૈકી ૪૨૬ નિઝામુદ્દીન મરકઝ સાથે જાડાયેલા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દિલ્હીમાં ૯૩ નવા દર્દીઓ આવ્યા છે જે તમામ તબલીગી સાથે જાડાયેલા છે. આ લોકોને પાટનગરના જુદા જુદા ક્વોરનટીન કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. નિયંત્રણમાં સ્થિતિ ન આવે ત્યાં સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ રહેશે. દિલ્હીમાં અનેક જગ્યાઓ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી ેછે જેમાં ગાંધી પાર્ક અને માલવીયનગરની આસપાસના વિસ્તારો, ગલી સંખ્યા ૬, સહજાનાબાદ સોસાયટી, દિનપુર ગાંવ, મરકઝ મસ્જિદ અને નિઝામુદ્દીન બસ્તી, પશ્ચિમ નિઝામુદ્દીન, બ્લોક-બી જહાંગીરપુરી, મનસારા એપાર્ટમેન્ટ, ખિચીડપુર, ગલી સંખ્યા ૯ પાંડવનગર, વર્ધમાન એપાર્ટમેન્ટ, મયુરધ્વજ એપાર્ટમેન્ટ, ગલી સંખ્યા ૪, જમ્મુ કાશ્મીર પોકેટ એલ, બ્લોક જી, બ્લોક એફ દિલશાન કોલોની, ઝિલમિલ કોલોનીમાં પ્રતાપગઢ જેવા વિસ્તારોને સીલ કરવામાં આવ્યા છે. કારણ કે, આ તમામ વિસ્તારોમાં કેસોમાં એકાએક વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં એકલા દિલ્હીમાં જ ૯૩ નવા દર્દીઓ આવ્યા છે અને આ તમામ દર્દી કોરોનાના હોવાથી હાહાકાર મચી ગયો છે. કુલ કેસો પૈકી ૪૨૬થી વધુ જમાત સાથે જાડાયેલા લોકો છે જે સાબિત કરે છે કે, દિલ્હીમાં મરકઝના કારણે જ કેસોમાં ભડકો થયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA