ગુજરાત

પાંચ બોગસ પત્રકારોએ પાદરા ના અતી ગામ ના દુકાનદાર પાસે ખંડની માંગી લૂંટ ચલાવતા ગ્રામજનો એ મેથીપાક આપ્યો ! 4 બોગસ પત્રકારો ને પાદરા પોલીસે ઝડપી પાડ્યા એક ફરાર?

પાંચ બોગસ પત્રકારોએ પાદરા ના અતી ગામ ના દુકાનદાર પાસે ખંડની માંગી લૂંટ ચલાવતા ગ્રામજનો એ મેથીપાક આપ્યો ! 4 બોગસ પત્રકારો ને પાદરા પોલીસે ઝડપી પાડ્યા એક ફરાર?


પાદરા ના આતી ગામ બજારમાં ગામના અનાજ કરીયાણા તથા શાકભાજી નો ધંધો કરતા વેપારી ને ત્યાં ગત રોજ એક ગાડીમાંથી ચાર માણસો આવેલ અને નીચે ઉતરેલ અને ગાડીમાં બેસેલ ડ્રાઇવર નીચે ઉતરેલ નહી અને ગાડીમાંથી ઉતરેલ ચારેય માણસો વેપારી ની દુકાને ગયેલ અને ચારેવ માણસો એ વેપારી ને જણાવેલ કે અમો વડોદરા ના સત્યની શોધ પ્રેસ માં થી આવીએ છીએ અને પાદરા પોલીસે અમોને ગામડે ગામડે જઇ ચેકીંગ કરવાનું જણાવેલ છે તેમ કહી વેપારીને કહેલ કે તે દુકાન કેમ ખુલ્લી રાખેલ છે અને પાન પડીકી તથા બી ડીઓ કેમ મોંધા ભાવે વેચી કાળા બજાર કરે છે તેમ કહી આ ચારેવ જણા વેપારીની દુકાનમાં ઘુસી ગયેલ અને દુકાનદાર ને કહેલ કે તમે અમને અત્યારેજ વીસ હજાર રૂપીયા આપો નહીતર તમને ફીટ કરી દઇસુ તમારા વિરૂધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરીશુ જેથી દુકાનદારએ તેઓને જણાવેલ કે મારી પાસે આટલા બધા રૂપીયા નથી તમારે
જે કાર્યવાહી કરવી હોય તે કરો, આ સાંભળી બોગસ પત્રકારો માંથી એક પત્રકારે દુકાનદાર ને ધક્કો મારી દુકાન માં રૂપિયા ના ગલ્લા આગળ થી ખસેડી દુકાન ના રૂપિયાના ગલ્લા માંથી રૂપિયા 3 હજાર ની લૂંટ ચલાવી સાથે દુકાનદાર નો ફોટો પાડી પાંચેય ગાડી માં બેસી દુકાન પરથી રવાના થતા હતા
દુકાનદાર ઘભરાઈ ને ઘરે જતો રહેલ એ દરમિયાન
ગામ માંથી બોગસ પત્રકારો ગાડી લઈને નીકળતા ગામની પંચાયત પાસે સરપંચ તથા બીજા ગામના માણસો એ કોરોના લોકડાઉન માં બહારથી આવેલ ગાડી ને પકડતા અંદર થી લૂંટ મચાવી નીકળતી બોગસ પત્રકારો ની ગાડી જાણવા મળેલ, સ્થાનિકો અને ગ્રામજનો દવારા આ બોગસ પત્રકારો ને મેથીપાક પણ ચખાડવામાં આવ્યો હતો, પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પોહચતા પેહલા એક બોગસ પત્રકાર ભાગી છુટેલ અને બીજા ચાર બોગસ પત્રકાર પોલીસ દ્વારા ધરપકડ કરી પાદરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, પોલીસ દ્વારા આ પાંચેય બોગસ લૂંટ મચાવતા પત્રકારો વિરુદ્ધ કાયદેસર નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી,

આરોપી બોગસ પત્રકારો ના નામ અને સરનામાં

(૧) આરીફ બસીરભાઇ મલેક રહે-મકાન નં-બી/૧ શોભ
ના નગર વાસણા રોડ વડોદરા શહેર
(૨) હનીફમીયા રસુલમીયા શેખ રહે-સનફાર્મા રોડ એ/૪- ૨૦૪ ર જવાન ટાવર વડો
દરા શહેર
(૩) આસીફભાઇ બસીરભાઇ મલેક રહે-મકાન નં-બી/૧ શોભના નગર વાસણા રોડ વડોદરા શહેર
(૪) બસીરભાઇ હશનભાઇ મલેક રહે-મકાન નં-બી/૧ શોભના નગર વાસણા રોડ વડોદરા શહેર ના હોવાનુ જણાવેલ તથા ચારેવ મા
ણસોને તેમની સાથે ના ના શી જનાર ઇસમ બાબતે પુછતા તેઓએ
(૫) યાસીનભાઇ યુસુફભાઇ મલેક રહે-બંસલ સર્કલ
પાસે કાળી તલાવડી તાંદલજા વડોદરા શહેર નો

બોગસ પત્રકારો GJ-06-EH-6075 i20 ગાડી લઈને સત્ય ની શોધ ન્યૂઝ નું ગાડી પાછળ સ્ટીકર લગાવી લૂંટ ચલાવતા હતા ?

 

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button