અફવા કે સત્ય ?? કોરોના સંક્રમિત માણસો આવ્યા ની વાતો વહેતી થતા ગ્રામજનો હજારો ની સંખ્યા માં એકઠા થયા !!
અફવા કે સત્ય ?? કોરોના સંક્રમિત માણસો આવ્યા ની વાતો વહેતી થતા ગ્રામજનો હજારો ની સંખ્યા માં એકઠા થયા !!
દેશ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે, તેવામાં ગુજરાત રાજ્ય માં પણ કોરોના ના કેસ સતત વધી રહ્યા છે તેવામાં દિલ્લી જમાત ના કોરોના સંક્રમિત માણસો ગુજરાત માં હોવાની વિગતો પ્રકાશ માં આવી ચૂકી છે!
તેવામાં વડોદરા ના રામપુરા ગામ માં મોડી રાત્રે કોરોના સંક્રમિત માણસો આવ્યા ની વાત વહેતી થતા ગ્રામજનો હજારો ની સંખ્યા માં એકઠા થયા,
વિગત એવી છે કે વડોદરા ના રામપુરા ગામ માં તારીખ 12/04/2020 ના રાત્રે આશરે 10:30 વાગ્યા ની આસપાસ
રામપુરા ગામ માં રહેતા નથ્થુ ભરવાડ ના જણાવ્યા અનુસાર નથ્થુભાઈ લધુશંકા કરવા માટે ગામ ની નજીક ના કોતર માં ગયા હતા તે દરમ્યાન નથ્થુભાઈ ભરવાડ ને 4 અજાણ્યા માણસો હોય એવી શંકા જતા નથ્થુભાઈ એ બેટરી ની લાઈટ મારીને જોતા એ તુરંત 4 માણસો ભાગી છૂટ્યા હતા, જમાત ના કોરોના સંક્રમિત માણસો ભાગી છૂટેલી વાતો વહેતી થયેલ હોવાથી નથ્થુ ભાઈ ને આ 4 માણસો કોરોના સંક્રમિત હોવાની શંકા જતા નથ્થુભાઈ તુરંત ગામ તરફ આવી ગ્રામનજો ને સમગ્ર ઘટના ની જાન કરેલ , કોરોના સંક્રમિત માણસો આવ્યા આવી આ વાત પવન વેગે આજુબાજુ ના ગામો માં વહેતી થતા હજારો ની સંખ્યા માં ગ્રામજનો રામપુરા ભેગા થયા હતા, ગ્રામજનો દ્વારા કોતરોમાં બેટરી લઈને આ માણસો ની શોધખોળ ચાલુ કરેલ, સાથે સાથે ગ્રામજનો દ્વારા પોલીસ ને પણ જાણ કરવામાં આવેલ, રામપુરા,ધનોરા,અનગઢ,કોટના,નંદેસરી,ફાજલપુર,રઢીયાપુરા,રામપુરા સિમ વિસ્તાર,સિંધરોટ,જાશાપુરા જેેવા ગામના ગ્રામજનો માં કોરોના સંક્રમિત માણસો આવ્યા ની વાત જાણવા મળતા મોટી સંખ્યા માં ગ્રામજનો દંડા લઈને પોતપોતાના ગામ ભાગોળોએ, સિમ વિસ્તાર , ખેતરો માં ભેગા થઈ ગયા હતા, અને કોરોના સંક્રમિત માણસો આવેલા હોવાની વાત મળતા તેઓની શોધખોળ હાથ ધરી હતી, કેટલાક ગામ ના લોકો દ્વારા શોધખોળ દ્વારા આ 4 માણસો ને જોયા હોવાની વાતો પણ જાણવા મળી હતી, રામપુરા ગામ માં મોટી સંખ્યા માં માણસો ભેગા થયેલા હોવાથી સ્થાનિક પોલીસ એ ઘટના સ્થળે પોહચી બધા ને છુટ્ટા પાડી ને નથ્થુભાઈ ભરવાડ ને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયેલ!
હવે જોવાનું એ રહે છે કે સુ ખરેખર કોરોના સંક્રમિત માણસો કોરોના ફેલાવવા ગામડાઓમાં આવી રહ્યા છે કે પછી કોઈ ઘરફોડ કરનાર ચોર કે કોઈ દારૂ નો ધંધો કરનાર બુટલેગરો હશે???
આ સમગ્ર ઘટના માં કેટલું સત્ય અને કેટલી અફવા???
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)