તબીબ ની સલામતી રાખી શકાય એવા કોરોના સેમ્પલ કલેકટિંગ યુનિટ નંદેસરી NIA દ્વારા ગોત્રી હોસ્પિટલ માં સુપ્રત કરવામાં આવ્યા,
વડોદરા ના નંદેસરી GIDC માં અનેક પ્રકાર ના ઉદ્યોગો આવેલા છે આવા ઉદ્યોગો માં સલામતી બાબતે અનેક પ્રકારના સલામતી ઉપકરણો નો ઉપયોગ થતો હોય છે, તો આ સલામતી ઉપકરન માંથી નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન ના ચેરમેન દ્વારા શહેર મનપા કમિશનર સાથે ચર્ચા કરીને તબીબ દ્વારા લેવામાં આવતા કોરોના સેમ્પલ તબીબ ની સલામતી થી લઈ શકાય એ હેતુ થી આ કોરોના સેમ્પલ કલેકટિંગ યુનિટ ને તૈયાર કરવામાં આવ્યા છે, સલામતી સાથે ડોકટરો ને કોરોના વાયરસ ના દર્દી ઓ નું સેમ્પલિંગ કરવા માટે સેમ્પલિંગ યુનિટ તૈયાર કરવા માં આવ્યું છે, ડોકટર દર્દી ના સીધા સંપર્ક વગર કરી શકે છે તપાસ અને દર્દી ના લઇ શકે છે જરૂરી સેમ્પલ.નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન દ્વારા સ્પેશિયલ કારીગરો ની મદદ થી બે યુનિટ તૈયાર કરાયા.આ સેમ્પલ કલેકટિંગ યુનિટ ને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોશિયેશન સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ સ્થિત કોરોના વોર્ડ ને અપાયું, જો આ યુનિટ ને હોસ્પિટલ માં સારો પ્રતિસાદ મળશે તો નંદેસરી NIA ના ચેરમેન ના જણાવ્યા અનુસાર બીજા વધુ યુનિટો વડોદરા ના ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને SSG હોસ્પિટલ માં આપવામાં આવશે
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)