ગુજરાત

રામાયણના સમયને ધ્યાનમાં લઇ વડાપ્રધાન ના સંબોધન સમયમાં ફેરફાર કરાયો , રામાયણ સિરિયલ પ્રસારણ સમયને ધ્યાનમાં લઇને વડાપ્રધાનએ સમય ૧૦ વાગ્યાનો રાખ્યો છે

રામાયણના સમયને ધ્યાનમાં લઇ વડાપ્રધાન ના સંબોધન સમયમાં ફેરફાર કરાયો , રામાયણ સિરિયલ પ્રસારણ સમયને ધ્યાનમાં લઇને વડાપ્રધાનએ સમય ૧૦ વાગ્યાનો રાખ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રને સંબોધન કરનાર છે. આ વખતે વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કરવા માટે ૧૦ વાગ્યાનો સમય રાખ્યો છે. ગયા વખતે રાષ્ટ્ર સંબોધનના કારણે રામાયણ સિરિયલને આગળ વધારવામાં આવી હતી. આ વખતે રામાયણ સિરિયલ પ્રસારણ સમયને ધ્યાનમાં લઇને મોદીએ સમય ૧૦ વાગ્યાનો રાખ્યો છે. રામાયણનું પ્રસારણ તમામ લોકો નિહાળી શકે તે માટે સમય ૧૦ વાગે રાખવામાં આવ્યો છે. દૂરદર્શન પર હાલમાં સવારે ૯ વાગે રામાયણનું પ્રસારણ કરવામાં આવે છે. રામાયણની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે. પહેલાની જેમ જ લોકો સવારે નવ વાગે રામાયણ નિહાળતા થઇ ગયા છે. સવારે ૯ વાગે રામાયણ પ્રસારણને ધ્યાનમાં લઇને આ વખતે ૧૦ વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે. ગયા વખતે વહેલીતકે પ્રસારણ હોવાથી રામાયણના પ્રસારણના સમયને આગળ કરવામાં આવ્યો હતો. લોકડાઉન-૨ નિશ્ચિત છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ સહિતના છ રાજ્યો પહેલાથી જ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉનને વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. આ સંદર્ભમાં નિર્ણય વડાપ્રધાનની સાથે બેઠકમાં હાલમાં જ લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલે આ અવધિ પુરી થઇ રહી છે. દેશમાં કોરોનાના લીધે હજુ સુધી ૩૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. કેસોની સંખ્યા ૧૦૦૦૦ની નજીક પહોંચી છે. લોકો ઘરમાં રહે તે માટે હાલમાં વિતેલા વર્ષોની લોકપ્રિય ટીવી સિરિયલોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button