ભારત કોરોનાના કેસોની સંખ્યા ૧૨ હજારની નજીક મૃતાંક ૩૭૦ થી ઉપર , મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને ૨૫૦૦ થી ઉપર પહોંચી ગઈ
ભારત કોરોનાના કેસોની સંખ્યા ૧૨ હજારની નજીક મૃતાંક ૩૭૦ થી ઉપર , મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા વધીને ૨૫૦૦ થી ઉપર પહોંચી ગઈ
દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યા હવે ૧૨ હજારની નજીક પહોંચી રહી છે. આજે જુદા જુદા રાજ્યોમાં નવા સેંકડો કેસોની સાથે સાથે કેસોની સંખ્યા સત્તાવારરીતે વધીને ૧૦૮૧૫ થી ઉપર પહોંચી હતી. મૃતાંક ૩૫૩ સુધી પહોંચી ચુક્યો છે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઈની વાત કરવામાં આવે તો અહીં ૨૦૪ કેસ સપાટી પર આવ્યા છે અને ૧૧ લોકોના મોત થયા છે. એકલા મુંબઈમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૫૩ સુધી પહોંચી છે.જ્યારે મહારાષ્ટ્રમાં કેસોનો આંકડો ૨૪૫૫ સુધી પહોંચી ગયો છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જાડાયેલા લોકો વધારે રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતિ હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. ભારતમાં કોરોનાના કારણે સૌથી વધારે પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિળનાડ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે.કેસોની સંખ્યામાં ઝડપી વધારો દેશમાં હાલમાં ચાલી રહેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળા વચ્ચે પણ થઇ રહ્યો છે. આજે લોકડાઉનની અવધિને હવે ત્રીજી મે સુધી વધારી દેવામાં આવી છે. તમિળનાડુમાં કેસોની સંખ્યા ૧૦૭૫ ઉપર પહોંચી છે. સૌથી મોટી બાબત એ છે કે, સિંગલ સોર્સ એટલે કે તબલીગી જમાતના લીધે જ ૯૭૧ લોકો કોરોના પોઝિટિવ તમિળનાડુમાં આવ્યા છે. કોરોના વાયરસે ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટી પર આવી રહ્યા છે. જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે તેનાથી ચિંતા વધી ગઈ છે. સરેરાશ ૫૦૦થી વધુ કેસો છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. દર્શાવે છે કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. કેટલાક હોટ સ્પોટ કેન્દ્રો પણ જાહેર કરવામાં આવ્યા છે. યુદ્ધના ધોરણે તમામ પગલા દેશમાં લેવામાં આવી રહ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનના ગાળાનો દોર કઠોર રીતે હાલમાં દેશમાં અમલી છે. કેસોની સંખ્યા અને મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.હજુ સુધી ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર, તમિળનાડુ અને દિલ્હીમાં કેસોની સંખ્યા એક હજારથી ઉપર પહોંચી ગઇ છે. જ્યારે કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. વિવિધ રાજ્યોમાં લોકડાઉનને વધારી દેવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. કોરોનાના કેસોની સંખ્યા દસ હજારથી ઉપર પહોંચી ગઇ હતી. નાગાલેન્ડમાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો છે.મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેસોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે દિલ્હીમાં પણ હાલત સારી નથી. તમિળનાડુમાં પણ મુશ્કેલી છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)