આરોગ્યગુજરાતદેશ દુનિયા

૧૫ દેશ કોરોના વાયરસ ફ્રી છે , હજુ કોઇ કેસ નહીં , કોઇપણ કેસ સપાટી પર ન આવતા આશ્ચર્ય

૧૫ દેશ કોરોના વાયરસ ફ્રી છે , હજુ કોઇ કેસ નહીં , કોઇપણ કેસ સપાટી પર ન આવતા આશ્ચર્ય

કોરોના વાયરસના નામથી હવે તમામ બાળકો પણ વાકેફ થઇ ગયા છે. જાન્યુઆરી મહિનાથી ચીનમાં કોરોનાના ફેલાવવાની શરૂઆત થયા બાદથી એક પછી એક દેશો તેના સકંજામાં આવી રહ્યા છે. છેલ્લા ૩ મહિનામાં દુનિયામાં તમામ દેશોમાં તેનો આતંક ફેલાઈ ચુક્યો છે. કોરોનાના કારણે હજુ સુધી ૨૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થઇ ચુક્યા છે. આ વાયરસના લીધે એક લાખ ૨૬ હજારથી વધુ લોકો દમ તોડી ચુક્યા છે પરંતુ હજુ પણ દુનિયાના એવા કેટલાક દેશો છે જ્યાં કોરોનાએ પગપેસારો કર્યો નથી. ૨૧૦ દેશો સુધી આતંક મચાવી ચુકેલા કોરોના ૧૫ દેશો સુધી પહોંચવામાં નિષ્ફળ છે. આ ૧૫ દેશોમાં કોઇપણ કેસ નોંધાયો નથી. દુનિયાના સાત મહાદ્વિપમાં છ મહાદ્વિપમાં કોરોનાએ આતંક મચાવ્યો છે. માત્ર અન્ટાર્કટીકાના એક માત્ર મહાદ્વિપમાં કોરોનાનો કોઇ કેસ પહોંચ્યો હતો. અન્ય કેટલાક એવા દેશો છે જ્યારે કોરોનાનો આતંક પહોંચ્યો નથી. સૌથી પ્રથમ કારણ એ છે કે, અહીં વસતી નહીવત સમાન છે. ૧૫ દેશોમાંથી મોટાભાગના નાના દ્વિપ ગ્રુપ છે. આ દ્વિપ એટલા લોકપ્રિય પણ નથી કે જ્યા પ્રવાસીઓ ફરવા માટે પહોંચે છે. આવી સ્થિતિમાં અહીં સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો લાગૂ કરવાની પણ કોઇ જરૂર દેખાતી નથી. આ દેશોની વાત કરવામાં આવે તો કોમોરોસ, કિરીબાતી, લેસોતો, માર્શલ આઈલેન્ડ, માઇક્રોનેશિયા, નારુ, ઉત્તર કોરિયા, પલાઉ, સમાઓ, શોલોમન આઈલેન્ડ, તાજિકિસ્તાન, ટોંગા, તુર્કમેનિસ્તાન, તુઆલુ, વાનુઅતુનો સમાવેશ થાય છે. આ દેશોમાં કોરોનાના એક પણ કેસ નહીં વધવા માટે અન્ય કેટલાક કારણો પણ છે જે દેખીતા છે. ખાસ કરીને વસતી ઓછી હોવાથી અહીં તમામ નિયમો સરળરીતે પાળવામાં આવે છે. ૧૫ દેશોમાં ઉત્તર કોરિયા પણ સામેલ છે જ્યાં કોઇ દેશ નોંધાયો છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button