જાણો લોકડાઉંન-2 માં ક્યાં કેટલી છૂટ મળી ? આર્થિક ગતિવિધિઓને મર્યાદિત અને કૃષિ ક્ષેત્રને આખરે પૂર્ણ છુટ , કઠોર માર્ગદર્શિકા જારી થૂંકવા પર જંગી દંડ ફટકારાશે
જાણો લોકડાઉંન-2 માં ક્યાં કેટલી છૂટ મળી ? આર્થિક ગતિવિધિઓને મર્યાદિત અને કૃષિ ક્ષેત્રને આખરે પૂર્ણ છુટ , કઠોર માર્ગદર્શિકા જારી થૂંકવા પર જંગી દંડ ફટકારાશે
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે લોકડાઉન-૨ની જાહેરાત મંગળવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યાના એક દિવસ બાદ આજે કેન્દ્ર સરકારે કઠોર માર્ગદર્શિકા અથવા તો ગાઇડલાઇન્સ જારી કરી હતી. કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, હાલમાં સ્થિતિ એવી જ રહેશે જેવી છેલ્લા ૨૧ દિવસમાં રહી છે. સ્કુલ, કોલેજા બંધ રહેશે. શિક્ષણ સંસ્થાઓ, કોચિંગ કેન્દ્રો, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા, ટ્રેન સેવાઓ ત્રીજી મે સુધી બંધ રહેશે. સિનેમા હોલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષ, જીમ, રમતગમતના સંકુલો, સ્વિમિંગપુલ, બાર ત્રીજી મે સુધી બંધ રહેશે. આ ઉપરાંત તમામ સામાજિક, રાજકીય, રમતગમત, ધાર્મિક કાર્યક્રમ, ધાર્મિક સ્થળો, પ્રાર્થના સ્થળો ત્રીજી મે સુધી જનતા માટે બંધ રહેશે. જા કે, ખેડૂતો સાથે જાડાયેલી તમામ કામીગીરીને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ખેતી સાથે જાડાયેલી તમામ ગતિવિધિઓ ચાલુ રહેશે. કૃષિ સાધનોની દુકાનો, સારવાર અને સ્પેરપાટ્ર્સની દુકાનો ખુલ્લી રહેશે. ખાતર, બિયા, જંતુનાશકના નિર્માણ અને વિતરણની ગતિવિધિ ચાલુ રહેશે. આજે માર્ગદર્શિકા જારી કરીને તમામ વિગતો જાહેર કરવામાં આવી હતી. આઈટી સાથે જાડાયેલી કંપનીઓને વર્કફોર્સના ૫૦ ટકા સ્ટ્રેન્થની સાથે કામ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. ઇ-કોમર્સ કંપનીઓની ગતિવિધિ, તેમના ઓપરેટરોની ગાડીઓને છુટછાટ આપવામાં આવી છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાને છુટછાટ આપવામાં આવી છે. ડીટીએચ અને કેબલ સર્વિસને પણ છુટછાટ અપાઈ છે જેમાં કેટલીક શરતો તમામને પાળવાની રહેશે. શરતી રીતે છુટછાટો કેટલાક ક્ષેત્રોને આપવામાં આવી છે. લોકડાઉનના બીજા તબક્કામાં કેટલીક આર્થિક ગતિવિધીઓને મર્યાદિત છુટછાટ આપી દીધી છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા આજે સવારે આની સાથે સંબંધિત ગાઇડલાઇન અથવા તો માર્ગદર્શિકા જારી કરી દીધી હતી. કૃષિ ક્ષેત્રને તો સંપૂર્ણરીતે છુટછાટ આપી દેવામાં આવી છે. જા કે આમાં પણ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને તો પાળવાના રહેશે. તમામ છુટછાટનો ૨૦મી એપ્રિલના દિવસથી અમલી કરવામાં આવનાર છે. કાપણી અને આગામી દિવસોમાં નવી વાવણીની સિઝનને ધ્યાનમાં લઇને ખેતી અને ખેડુતો સાથે જાડાયેલા તમામ કામોને છુટછાટ આપી દેવામાં આવી છે. જા કે તમામ છુટછાટ શરતી રહેશે. ફ્લેટના નિર્માણને પણ શરતી રીતે મંજુરી આપી દેવામાં આવી છે. લોકડાઉન-૨ દરમિયાન કેટલીક ગતિવિધીઓને ચાલુ કરવામાં આવી રહી છે. ખેતી સાથે સંબંધિત તમામ ગતિવિધીઓ ચાલુ રહેશે. ખેડુતો અને કૃષિ મજુરોને હાર્વેસ્ટિંગ સાથે જાડાયેલા કામ કરવાની છુટ રહેશે. કૃષિ સાધનોની દુકાનો, તેમના સમારકામ અને સ્પેયર પાર્ટસની દુકાનો ખુલી રહેનાર છે. કાપણી સાથે સંબંધિત મસીનો એક રાજ્યથી બીજા રાજ્યમાં લઇ જવા પર કોઇ પ્રતિબંધ રહેશે નહબીં. મત્સ્ય પાલન સાથે જાડાયેલી ગતિવિધીઓ પણ જારી રહેનાર છે. પરિવહન સેવા જારી રહેશે. દુધ અને દુધ ઉત્પાદનના પ્લાન્ટ તેમજ તેમનામાંથી પુરવઠા સાથે સંબંધિત કામ જારી રહેશે. પ્રાણીઓના ચારા સાથે સંબંધિત પ્લાન્ટ, રો મેટેરિયલના પુરવઠાને પણ જારી રાખવામાં આવનાર છે. ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરનાર ઉદ્યોગોને જારી રાખવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં મેન્યુફેકચરિંગ અને બીજા ઔદ્યોગિક એકમો, નિકાસ સાથે જાડાયેલા એકમોને શરતી રીતે કામ કરવાની તક આપી દેવામાં આવી છે. અહીં આ લોકો પોતાના કામ શરૂ કરી શકે છે. જા કે અહીં તેમને પોતાના વર્કરોને ત્યાં જ રોકાવવાની વ્યવસ્થા કરવાની રહેશે. વર્કરોને કામના સ્થળ પર લાવવાની જવાબદારી કંપનીની રહેશે. સાથે સાથે આ ગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોને પણ કઠોર રીતે પાળવાના રહેશે. માર્ગોના સમારકામ અને નિર્માણની છુટછાટ આપી દેવામાં આવી છે. બેંક શાખાઓ, એટીએમ અને પોસ્ટલ સર્વિસને ચાલુ રખાશે. ઓનલાઇન ટીચિંગ અને ડિસ્ટેન્સ લ‹નગને પ્રોત્સાહન આપવામાં આવનાર છે. મનરેગાના કામની મંજુરી રહેશે. જા કે આમાં નિયમોને કઠોરરીતે પાળવા પડશે.રેલવેની માલગાડી પર છુટ જારી રહેશે. તમામ જરૂરિ ચીજાના સપ્લાય માટે ચેઇનને મંજુરી આપી દેવામાં આવી છે. તમામ ટ્રક અને ગુડ્સ કેરિયર વાહનોને છુટછાટ રહેશે. એક ટ્રકમાં બે ડ્રાઇવર અને એક હેલ્પરને મંજુરી આપી દેવામાં આવી છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)