અમદાવાદના મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસો સપાટી ઉપર , ઝોનવાઇઝરીતે મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસો નોંધાયા
અમદાવાદના મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસો સપાટી ઉપર , ઝોનવાઇઝરીતે મધ્ય ઝોનમાં સૌથી વધુ કેસો નોંધાયા
અમદાવાદમાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઉંડી તપાસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આજે કુલ કેસોની સંખ્યા વધીને ૫૪૫ પર પહોંચી હતી. ગુરુવારના દિવસે અમદાવાદમાં નવા ૫૩ કેસ સપાટી પર આવ્યા હતા. અમદાવાદમાં હજુ સુધી ૧૭ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૨૧ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા ઝોનમાં ચકાસણીની કામગીરી ચાલી રહી છે. આજે પણ જુદા જુદા ઝોનમાં આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદમાં આજે સૌથી વધારે મધ્ય ઝોનમાં નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. મધ્ય ઝોનમાં હજુ સુધી કુલ ૧૯૦ કેસ સપાટી પર આવ્યા છે જ્યારે દક્ષિણ ઝોનમાં ૧૪૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. હજુ સુધી અમદાવાદમાં કેસોની સંખ્યા ૪૭૫થી પણ ઉપર પહોંચી ચુકી છે. અમદાવાદ રાજ્યમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસો ધરાવનાર વિસ્તાર પૈકી એક છે. કોરોના વાયરસે ભારત સહિત ૨૧૦થી વધુ દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદ સહિત ગુજરાત રાજ્યના અન્ય શહેરોમાં પણ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સદર રોગને કાબૂમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારમાં અસરકારક અને ઘનિષ્ટ સર્વેની કામગીરી હાથ ધરી છે. વધુને વધુ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. સ્ક્રિનિંગની કામગીરી પણ વધુ ઝડપથી બનાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ કરવામાં આવેલી કામગીરી પર નજર કરવામાં આવે તો તેમની સેવા ઉલ્લેખનીય રહી છે. જુદી જુદી ટીમો બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં મળીને છેલ્લા ૨૪ કલાકમાં જ અનેક નવા કેસો નોંધાયા છે જ્યારે હજુ સુધી કેસોની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનમાં સૌથી વધુ ૧૯૦ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કેસો પૈકી અમદાવાદમાં મોટાભાગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં આજે એકના મોત સાથે કુલ મૃતાંક સંખ્યા ૧૭ ઉપર પહોંચી છે. મધ્ય ઝોનમાં આવતા વિસ્તારો કાલુપુર, શાહપુર, શાહપુર, પ્રેમ દરવાજા, લાલ દરવાજા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યારે દક્ષિણ ઝોન ૧૪૮ કેસો નોંધાઈ ચુક્યા છે. ઉત્તર ઝોનમાં ૨૬ કેસો સપાટી ઉપર આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં ૫૪ કેસ નોંધાયા છે જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૩ અને પૂર્વ ઝોનમાં ૨૬ કેસ નોંધાયા છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)