લોકડાઉન-૨ વચ્ચે કોરોના કેસની સંખ્યા હવે ૧૪૪૦૦થી પણ ઉપર , ૪૮૦થી વધારે લોકો ખતરનાક કોરોનાના લીધે દમ તોડી ચુક્યા
લોકડાઉન-૨ વચ્ચે કોરોના કેસની સંખ્યા હવે ૧૪૪૦૦થી પણ ઉપર , ૪૮૦થી વધારે લોકો ખતરનાક કોરોનાના લીધે દમ તોડી ચુક્યા
લોકડાઉન-૨ વચ્ચે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. દેશના છ રાજ્યોમાં તો કેસોની સંખ્યા એક હજારથી વધારે રહી છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં તો કેસોની સંખ્યા ૩૦૦૦ કરતા વધારે રહી છે. કોરોના વાયરસને રોકવા માટે હવે સંક્રમણ ઝોનની રચના કરવામાં આવી ચુકી છે. જેના કારણે જાણી શકાશે કે વાયરસ લોકલ ટ્રાન્સમીશન મારફતે કેટલી હદ સુધી ફેલાઇ રહ્યો છે. કોરોના વાયરસને કઇ રીતે રોકવામાં આવે તે સંબંધમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી છે. તેમના કહેવા મુજબ પ્રથમ સંક્રમણ ઝોન અને બીજા બફર ઝોન તરીકે રહેનાર છે. સંક્રમણ ઝોનને અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક સેક્ટરમાં ૫૦ ઘરને આવરી લેવામાં આવ્યા છે. જે વિસ્તારમાં એક સેક્ટરમાં ૫૦ ઘર રાખવામાં પરેશાની છે ત્યાં ૩૦ ઘર રાખવામાં આવી રહ્યા છે. ૧૭૦ રેડ ઝોનની ઓળખ કરી લેવામાં આવી છે. આના આધાર પર તમામ સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશમાં કોરોનાના કેસો સત્તાવાર રીતે વધીને ૧૪૪૦૦ થઇ ગઇ છે. જ્યારે કોરોનાના કારણે ૪૮૦ લોકોએ દમ તોડી દીધો છે. કેસોમાં અવિરત વધારો જારી રહ્યો છે. દેશમાં કુલ કોરોના કેસો પૈકી ૮૪ ટકા કેસો માત્ર મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, કેરળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી મળ્યા છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, કેરળ અને પંજાબમાં પણ કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં જે કેસો આવ્યા છે તે પૈકી જમાત સાથે જાડાયેલા લોકો વધારે રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ ૩૦મી જાન્યુઆરીના દિવસે આવ્યો હતો.દેશમાં પણ લોકડાઉની સ્થિતિ હોવા છતાં અને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જેના કારણે તમામ ચિંતાતુર છે. તેને અંકુશમાં લેવા માટે સફળતા મળી રહી નથી. રાજસ્થાન, તમિળનાડુ, દિલ્હીમાં પણ કેસોની સંખ્યા ૧૦૦૦થી ઉપર રહી છકોરોના વાયરસે ૩૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સકંજામાં લઇ લીધા છે. સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. ભારત સરકાર તમામ રીતે લોકોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા વારંવાર જારી કરી રહી છે. તમામ રાજ્યોમાં કોરોનાના કેસો સપાટીકોરોના વાયરસની સામે કેન્દ્ર અને રાજ્યોની રણનિતી હવે રંગ લાવી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યુ હતુ કે હવે કોરોના પોઝિટીવ કેસો બે ગણા થવાની ગતિ પર બ્રેક આવી રહી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આજે આંકડાની માહિતી રજૂ કરતા કહેવામાં આવ્યુ હતુ કે લોકડાઉન પહેલા પોઝિટીવ મામલાના બે ગણા થવાનો દર ત્રણ દિવસ હતો. જે ગયા સપ્તાહમાં જ હવે તે ૬.૨ દિવસ રહ્યો છે. ખાસ કરીને ૧૯ રાજ્યોમાં તો તે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો દર રહ્યો છે. આ વિષય પર રોજ આપવામાં આવતી માહિતી આપતા આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ હતુ કે ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ડબલિંગ રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે કેરળ, હરિયાણા, લખાખ, હિમાચલ, ચંદીગઢ, બિહાર, તેલંગાણા,ઓરિસ્સા, તમિળનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર, પંજાબ, આસામ અને ત્રિપુરામાં ડબલિંગ રેટ દેશના સરેરાશ કરતો ઓછો રહ્યો છે. કેરળમાં ૩૯૬ કેસો થયા છે. હોટસ્પોટ અથવા તો રેડ ઝોન પર હવે વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ છે. જ્યાં કોરોનાના વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે. જ્યા દેશના ૮૦ ટકા કરતા વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે. આ વિસ્તારમાં ચાર દિવસ કરતા પણ ઓછા સમયમાં કેસોની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. જા કોઇ વિસ્તારમાં ૨૮ દિવસ સુધી કોઇ કેસ આવતા નથી તો તેને ગ્રીન ઝોન તરીકે ગણાશે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર પણ હોટસ્પોટ તરીકે રહ્યા છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)