આશરે ૩૦ ટકા કોરોના દર્દી તબલીગી જમાતના ખુલ્યા છે , ૨૩ પ્રદેશોમાં જઇને કોરોના ચેપ ફેલાવ્યો છે !
આશરે ૩૦ ટકા કોરોના દર્દી તબલીગી જમાતના ખુલ્યા છે , ૨૩ પ્રદેશોમાં જઇને કોરોના ચેપ ફેલાવ્યો છે !
(photo source ANI)
દેશમાં કોરોના સંકટને હવા આપવામાં ચર્ચાસ્પદ તબલીગી જમાતની ભૂમિકા રહેલી છે. આ બાબત ચર્ચામાં આવતાની સાથે જ એક ચોક્કસ વર્ગના લોકો લાલધુમ થઇ જાય છે પરંતુ હવે આ આંકડા પણ સપાટી પર આવી ચુક્યા છે. કેટલાક કટ્ટરપંથી લોકો આને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે દરાર પાડવાના પ્રયાસ તરીકે ગણાવે છે. પહેલાવાન બબિકા ફોગાટે જ્યારે તબલીગી જમાતની લાપરવાહીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે તેને ધમકી મળવા લાગી ગઇ હતી. આજે કોરોના વાયરસના વધતા આક્રમક વચ્ચે દરરોજની પ્રેત્ર કોન્ફ્રન્સ દરમિયાન કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ હતુ કે તબલીગી જમાત સાથે સંબંધિત દર્દી દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં મળી આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના સચિવે કહ્યુ હતુ કે દેશમાં આશરે ૩૦ ટકા કોરોના દર્દી માત્ર તબલીગી જમાત સાથે સંબંધિત રહેલા છે. એટલુ જ નહીં બલ્કે કોવિૃ-૧૯ દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ટોપના ૧૦ રાજ્યોમાં પાંચ રાજ્યો એવા છે જ્યાં જમાતી દર્દીઓની સંખ્યા સૌથી વધારે રહી છે. અગ્રવાલે કહ્યુ હતુ કે ૧૪૩૭૮ પોઝિટીવ કેસમાં ૪૨૯૧ કેસ અથવા તો આશરે ૨૯.૯ ટકા નિઝામુદ્દીન મરકઝ સાથે સંબંધિત છે. ૨૩ રાજ્યો અને કેન્દ્રશાષિત પ્રદેશોમાં મરકઝ સાથે સંબંધિત દર્દી મળ્યા છે. ખાસ કરીને તમિળનાડુ, દિલ્હી, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જઇને આ લોકોએ કોરોના ફેલાવ્યો હતો. આ તમામ રાજ્યોમાં મરકઝના દર્દીઓ વધારે મળી આવ્યા છે. આની સાથે જ આ રાજ્યો કોવિડ-૧૯ દર્દીઓની તુલનામાં ટોપ ૧૦ રાજ્યોમાં સામેલ થઇ ગયા છે. તેમણે કહ્યુ હતુ કે કેટલાક એવા આંકડા છે જે કોઇને હેરાનીમાં મુકી શકે છે. અંગ્રવાલે કહ્યુ હતુ કે કેટલાક રાજ્યોમાં તો એકલા તબલીગી જમાતના ૯૧ ટકા દર્દી મળી આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે આસામમાં ૩૫ પૈકી ૩૨ કેસ એટલે કે ૯૧ ટકા કેસો તબલીગી જમાત સાથે સંબંધિત રહ્યા છે. અંડમાનમાં ૧૨ પૈકી ૧૦ લોકો એટલે કે ૮૦ ટકા કેસ જમાતના છે. બીજી બાજુ ટોપ ૧૦ રાજ્યોમાં સામેલ ઉપરોક્ત પાંચ રાજ્યોની વાત કરવામાં આવે તો તમિળનાડુમાં ૮૪ ટકા કેસ જમાત સાથે સંબંધિત રહ્યા છે. અગ્રવાલે કહ્યુ હતુ કે અરૂણાચલ પ્રદેશમાં જે એક કેસ સપાટી પર આવ્યો છે તે પણ તબલીગી જમાત સાથે સંબંધિત છે. કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે ,
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે દરરોજની પ્રેસ બ્રિફિંગ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે દેશમાં આશરે ૩૦ ટકા કોરોના દર્દીઓ તબલીગી જમાતના રહેલા છે. તેલંગાણામાં ૭૯ ટકા દર્દી તબલીગી સાથે સંબંધિત રહ્યા છે. તમિળનાડુમાં પણ કેસોની સંખ્યા ખુબ મોટી રહેલી છે. ક્યાં રાજ્યમાં તબલીગી જમાતના કેટલા ટકા કેસો રહ્યા છે તે નીચે મુજબ છે.
આસામ -૯૧ ટકા
અંડમાન -૮૧ ટકા
તમિળનાડુ -૮૪ ટકા
દિલ્હી -૬૩ ટકા
તેલંગાણા -૭૯ ટકા
ઉત્તરપ્રદેશ -૫૯ ટકા
આંધ્રપ્રદેશ -૬૧ ટકા
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)