ગુજરાત

અમદાવાદ કોટ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની , ૯૯ ટકા કેસો મધ્ય અને દક્ષિણ ઝોનમાં નોંધાયા

અમદાવાદ કોટ વિસ્તારમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની , ૯૯ ટકા કેસો મધ્ય અને દક્ષિણ ઝોનમાં નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર વધારેમાં વધારે કેસ શોધીને તેને કાબૂમાં લેવા કમર કસી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધ્યા છે. કોરોના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં અમદાવાદ શહેર દેશના પાંચેક રાજ્ય કરતા આગળ છે. ખાસ કરીને કોટ વિસ્તાર અને હોટસ્પોટ વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. તેમણે નગરજનોને હજુ પણ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા અને તંત્રની સૂચનાઓનું કડકાઇથી અનુસરણ કરવા અનુરોધ કર્યો હતો, નહી તો આવનારા દિવસોમાં કોરોનાની Âસ્થતિ વધુ ભયંકર બનશે તેવી ગર્ભિત ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ વધુમાં, જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ૬૨૨ જેટલા કેસો હતા. જેમાં બીજા નવા ૧૪૩ કેસો ઉમેરાઇને કુલ પોઝિટિવ કેસો ૭૬૫ થાય છે. નવા ૧૪૩ કેસો પૈકીના ૯૯ ટકા કેસો મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન છે. આ વિસ્તારોને કરફયુ હેઠળ મૂકવામાં આવ્યા છે. અહીં બધા લોકોના સેમ્પલ લઈને અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે. નવા કેસો મુજબ મધ્ય ઝોનમાં ૩૮, દક્ષિણ ઝોનમાં ૯૧, ઉત્તર ઝોનમાં ૩, દક્ષિણ પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોનમાં ૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧, પૂર્વ ઝોનમાં ૬ કેસ આવ્યા છે. ૧૪૩ પૈકી દક્ષિણ ઝોનના ૯૧ અને મધ્ય ઝોનમાં ૩૮ કેસો એ કરફ્યુ હેઠળના વિસ્તારમાંથી આવ્યા છે. હજુ ત્યાં વધારે સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા છે તેને લીધે સ્થિતિ નિયત્રણમાં લાવવામાં મુશ્કેલી આવી રહી છે. છેલ્લા ૧૨ કલાકમાં ૪ લોકોના મોત નોંધાયા છે અને કુલ આંક ૨૫ થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪ ડિસ્ચાર્જ થયા છે અને સિવિલ હોસ્પિટલમાંથી ૫ અને એસવીપી હોસ્પિટલમાંથી ૨૨ મળી ૨૭ ડિસ્ચાર્જ થયા છે. તેમણે ઉમેર્યું કે,પેસિવ સર્વેલન્સમાં ૧૪૨૮ સેમ્પલ લેવામાં આવ્યા છે જ્યારે એક્ટિવ સર્વેલન્સમાં ૧૦૯૮૩ કુલ મળી ૧૨૪૧૧ જેટલા સેમ્પલ અત્યાર સુધી ટેસ્ટ કરાયા છે. દેશના ચાર પાંચ રાજ્યોને બાદ કરાતા કરવામાં આવેલા ટેસ્ટથી વધુ ટેસ્ટ અમદાવાદમાં થયા છે. ૧૩ ચેકપોસ્ટ પર ૨૪ કલાકમાં ૩૭ હજાર લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. ૩૭ શંકાસ્પદ વ્યક્તિઓને રિફર કરવામાં આવી છે. ૨૪ કલાકમાં ૭૦૩ જેટલી ટીમો દ્વારા ૧૦૨૯૩૦ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યો છે અને ૪લાખ ૪૨ હજાર વસ્તીનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ૧૭૦૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. એલજીમાં કેસ વધવા અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે એલજીમાં જેટલા પણ ડોક્ટર્સ કે પેરામેડિકલ સ્ટાફના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી થઈ ગઈ છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને ડ્‌યુટી પરથી દૂર કરી ક્વોરન્ટીનમાં મૂકવામાં આવ્યા છે. ઓર્થોપેડિકના એક પેશન્ટને કોરોના પોઝિટિવ હોવાનો ખ્યાલ આવ્યો બીજા એક પેશન્ટ પેટ સંબંધિત બીમારી માટે આવેલા સામાન્ય પેશન્ટને કારણે સાવચેતી રાખવાની જરૂરી બની રહી છે. કેસો વધવા પશ્ચિમ ઝોનમાં બે જ નવા કેસ છે. રામાપીરના ટેકરામાં ૨૫ હજાર વસ્તીના ટેસ્ટમાં એક કેસ અને ગુલબાઈ ટેકરામાં ૧૦થી ૧૨ હજારની વસ્તીમાં ૭ જેટલા કેસો નોંધાયા છે. બાકી પશ્ચિમ ઝોનના કેસો મહંદઅંશે એક જ પરિવારના હોય તેમ છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મોટું આઉટબ્રેક જણાયું નથી.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button