અમદાવાદમાં આઠ પોલીસ કર્મીને લાગેલો કોરોના ચેપ , કોરોના વોરિયર્સ પોલીસ ટીમ કોરોનાગ્રસ્ત
અમદાવાદમાં આઠ પોલીસ કર્મીને લાગેલો કોરોના ચેપ , કોરોના વોરિયર્સ પોલીસ ટીમ કોરોનાગ્રસ્ત
file photo
કોરોના વાઇરસે અમદાવાદ શહેરમાં જાણે રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. આજે એક જ દિવસમાં નવા ૧૪૩ કેસો શહેરમાં સામે આવતાં ભારે ચકચાર અને ફફડાટ મચી ગયા છે. એકબાજુ તંત્ર, આરોગ્ય વિભાગ અને અમ્યુકો તંત્ર દોડતુ થઇ ગયુ છે તો, બીજીબાજુ, નાગરિકોમાં ભારે ફફડાટ અને ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. સૌથી આઘાતજનક અને ચિંતાજનક વાત એ છે કે, અમદાવાદમાં રાત-દિવસ ખડેપગે જનતાની સેવામાં ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ પણ કોરોના વાયરસની ઝપટમાં આવ્યા છે અને તેઓને પણ હવે આ ખતરનાક વાયરસનો ચેપ લાગી ગયો છે. અમદાવાદમાં આજે ખાડિયા પોલીસમથકના ત્રણ કર્મચારીઓ અને ખોખરા પોલીસમથકના એક રાઇટર સહિત ચાર પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવાની સાથે ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. અમદાવાદ શહેરમાં અત્યારસુધી કુલ આઠ પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે.અમદાવાદ શહેરમાં ખાસ કરીને હોટસ્પોટ એવા કોટ વિસ્તારમાંથી કેસો વધુને વધુ સામે આવી રહ્યા છે. ફ્રન્ટ લાઈન વોરિયર્સ પણ આમાંથી બાકાત રહ્યા નથી. આજે આવેલા કેસોમાં એક પોલીસકર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઇટર ભોગ બન્યા છે. તેમના પરિવારને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સિવાય ખાડિયા પોલીસમથકના ત્રણ કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી. છેલ્લા બે દિવસમાં ૨૭૩ કેસો આવ્યા છે. શહેરના જમાલપુર, કાલુપુર, અસારવા, દાણીલીમડા, ખાનપુર, બોડકદેવ અને રામદેવનગર જેવા વિસ્તારમાંથી કેસો સામે આવ્યા છે. તો, નવા સ્પોટ તરીકે હવે અસારવાનો હોળીચકલા વિસ્તાર આવ્યો છે જેમાં એક ચાલીમાં ૭ કેસો સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ગુજરાતના કુલ કેસ પૈકી ૬૫ ટકા કેસ એકલા અમદાવાદમાં છે. અહીં સરેરાશ દર ૨૦ મિનિટે એક કેસ નોંધાઇ રહ્યો છે. આને બે ભાગમાં વહેંચીએ તો પ્રથમ ૫૦ ટકા કેસ ૨૫ દિવસમાં જ્યારે બીજા ૫૦ ટકા કેસો માત્ર ૫ દિવસમાં નોંધાયા છે. આ જ રીતે અમદાવાદમાં કુલ કેસ ૭૬૫ થયા છે ત્યાં પહેલો કેસ તા.૨૧ માર્ચે નોંધાયો હતો. પ્રથમ ૩૦૦ કેસ ૨૩ દિવસમાં જ્યારે બાકીના ૨૩૯ માત્ર ૫ દિવસમાં નોંધાયા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કહ્યું કે આ આંકડો એટલે વધ્યો કે અમે ટેસ્ટની સંખ્યા વધારી છે. જો આ ૫૦૦ કેસ ધ્યાનમાં ન આવ્યા હોત તો અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ ૨ લાખથી પણ વધુ કેસ આવી ચૂક્યા હોત. પરિણામે સત્તાવાળાઓએ અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યૂ નાંખવાની પણ ફરજ પડી છે જેથી સંક્રમણ વધે નહીં. અમદાવાદમાં સામાન્ય લોકોની સાથે સાથે હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. જે વધારે ચિંતા ઉપજાવે તેવી સ્થિતિ છે.
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews
નૈતિક સમાચાર (NS NEWS)