ગુજરાત

૬૬ લાખ કાર્ડધારકના બેંક ખાતામાં ૧૦૦૦ જમા થશે , ૨૦મી એપ્રિલથી બેંક ખાતામાં રૂપિયા જમા કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે , સરકાર ૬૬૦ કરોડનુ ભારણ ઉપાડશે

૬૬ લાખ કાર્ડધારકના બેંક ખાતામાં ૧૦૦૦ જમા થશે , ૨૦મી એપ્રિલથી બેંક ખાતામાં રૂપિયા જમા કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે , સરકાર ૬૬૦ કરોડનુ ભારણ ઉપાડશે

કોરાના વાયરસની દેશ અને દુનિયામાં ઉભી થયેલી અભૂતપૂર્વ પરિસ્થિતિ વચ્ચે એક પછી એક નિર્ણય લેવાનો દોર જારી રહ્યો છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે વધુ એક એતિહાસિક નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે ૬૬ લાખ બીપીએલ રેશનિંગ કાર્ડ ધારકો પરિવારને રૂપિયા એક એક હજાર આપવામાં આવનાર છે. આ ૧૦૦૦ રૂપિયા સીધા જ બેંક ખાતામાં જમા કરવામાં આવનાર છે. કોઇ અરજી આના માટે કરવાની રહેશે નહીં. રોગચાળાની સ્થિતિમાં આટલી જંગી સહાય અપાયાનો ગુજરાતમાં પ્રથમ દાખલો રહેશે. કોરાનાની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એક પછી એક નિર્ણય ઝડપથી કરી રહી છે. ૬૬ લાખ કાર્ડ ધારકોના એકાઉન્ટમાં સોમવારથી રૂ. ૧૦૦૦ જમા કરાવશે. એપ્રિલ માસ માટે સરકાર વધારાની સહાય કરશે. આ માટે કોઇ ફોર્મ ભરવાનું રહેશે નહીં. સરકાર ડેટાના આધારે રકમ જમા કરાવશે. આ માટે સરકાર પર ૬૬૦ કરોડનો બોજો આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગરીબ અને શ્રમજીવી તેમ જ જરૂરિયાતમંદ લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સામે લડવા ૬૬ લાખ કાર્ડ ધારકોના ખાતામાં જમા થશે રૂ.૧૦૦૦. એપ્રિલ માસ માટે રૂ.૧૦૦૦ની વધારાની સહાય આપવામાં આવશે. સોમવારથી સીધા જ ખાતામાં જમા થશે રૂ.૧૦૦૦. લાભાર્થી કુટુંબના એકાઉન્ટમાં સીધા જમા થશે આ રૂપિયા. જેના કારણે સરકાર પર વધારાનું રૂ.૬૬૦ કરોડનું ભારણ આવશે. તો, રાજયમાં એપીએલ ૧ કાર્ડધારકોને અનાજનું વિતરણ કરવામાં આવશે. અત્યાર સુધી ૪૫ લાખ કુટુંબોએ રાશન મેળવ્યું છે. હજુ પણ રાશનની જરૂર હોય તો પુરુ પાડવામાં આવશે. ઘણા લોકોએ પોતાનો હક જતો કર્યો છે જેની બીજા લોકોને મદદ મળી રહી છે. રાજયમાં હાલ સિંગતેલની માંગમુજબ પુરવઠો જાળવવા બેઠક મળી હતી. ઓઈલ મિલર્સ સાથે ગઈકાલે કોન્ફરન્સ યોજાઈ હતી. સૌરાષ્ટ્રના ૫ જિલ્લામાં ઉત્પાદન શરૂ થશે. ગુજરાતમાં ૬૩ જેટલા માર્કેટ યાર્ડ કાર્યરત થયા છે. ખેડૂતોનું અન્ન ઉત્પાદન માર્કેટ યાર્ડ સુધી પહોંચ્યું છે. ૨૭૮૫૦ ક્વીન્ટલ ઘઉંનું માર્કેટ યાર્ડમાં વેચાણ કરવામાં આવશે. તેમણે ઉમેર્યંુ કે, ધમણ ૧ વેન્ટીલેટરનું ઉત્પાદન રાજકોટની સીએનસી કંપની દ્વારા વેગવંતી રીતે થઇ રહ્યું છે અને આગામી દિવસોમાં આ ધમણ ૧ વેન્ટીલેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર હેતુસર દિલ્હી પણ મોકલવામાં આવશે.ભુતકાળમાં કુદરતી આપત્તિ વેળા અસરગ્રસ્તોને કેશડોલ્સ આપવામાં આવ્યાના અનેક દાખલા છે પરંતુ ખાતામાં સીધી રીતે એક સાથે રૂપિયા ૧૦૦૦ જમા કરવાનો આ પ્રથમ દાખલો છે. સરકાર પાસે રહેલી વિગતોના આધાર પર નાણાંકીય સહાયતા તેમના ખાતામાં સીધી રીતે જમા કરવામાં આવનાર છે.સરકારે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યના ૬૦ લાખ મધ્યમવર્ગીય પરિવારો એટલે કે ૨.૫૦ કરોડ લોકો જેમની પાસે એપીએલ-૧ રેશનિંગ કાર્ડ છે તેમને પણ એપ્રિલ માસ પુરતુ વિના મુલ્યે અનાજ ૧૩મી એપ્રિલના દિવસથી આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યપ્રધાનના સચિવે કહ્યુ હતુ કે આવા ૬૦ લાખ પરિવારોમાંથી હજુ સુધી ૪૫ લાખ પરિવાર અને કાર્ડધારકને વિનામુલ્યે અવાજ વિતરણનો લાભ ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તી અનાજની દુકાનો પરથી મેળવી લીધો છે. આ હેતુસર અત્યારસુધીમાં ૪૫ હજાર મે. ટન ઘંઉ, ૧૫ હજાર મેટ્રિક ટન ચોખા અને ૪૫૦૦ મેટ્રિક ટન ખાંડનુ વિતરણ કરવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે જે એપીએલ લાભાર્થી અનાજ મેળવી લેવાથી વંચિત રહ્યા છે તે હજુ લાભ મેળવી શકે છે. ખાદ્યતેલની તંગી ન પડે તે માટે પણ પગલા લેવાયા છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button