નંદેસરી ના ઉદ્યોગો 3 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય કડક ગાઈડલાઈન નું પાલન ના થઇ શકે એમ હોવાથી ? કર્મચારીઓ ને રહેવાની વ્યવસ્થા ના થઇ શકે અમે કારખાના નહીં ખોલીએ !
નંદેસરી ના ઉદ્યોગો 3 મેં સુધી બંધ રાખવાનો નિર્ણય કડક ગાઈડલાઈન નું પાલન ના થઇ શકે એમ હોવાથી ? કર્મચારીઓ ને રહેવાની વ્યવસ્થા ના થઇ શકે અમે કારખાના નહીં ખોલીએ !
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા 15,એપ્રીલના રોજ જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં લોકડાઉનમાં કંપની શરૂ કરવા માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. જેમાં નિયમનો ભંગ કરનાર સામે કઠોર પગલા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોમવારે નંદેસરી ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશન દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી એસેન્શિયલ-નોન એસેન્શિયલ ફાર્મા પ્રોડકટ્સના પ્લાન્ટ 3 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું હતું કે, ગાઇડલાઇન નં-15 પોઇન્ટ-નં2 પેજ 6-13 માં જણાવાયું છે કે, કંપની પરિસરમાં કર્મચારીઓને ગાઇડલાઇન્સ પ્રમાણે રહેવાની
સુવિધા આપવામાં આવે અને તેમના ટ્રાસ્પોર્ટેશન વખતે સોશિયલ ડિસ્ટનિંગ જળવાય તે પ્રમાણેની વ્યવસ્થા નોકરીયાત દ્વારા કરવાની રહેશે. નંદેસરીમાં આવેલા મોટાભાગના ઉદ્યોગો ૧૦૦૦થી ૧૫૦૦ ચોરસ મીટરના પ્લોટમાં આવેલા છે જેથી આ પ્લોટમાં કર્મચારીઓ માટે રહેવા તેમજ અન્ય વ્યવસ્થા કરવી અશક્ય હોવાથી સરકારની કર્મચારીઓ માટેની ગાઇડલાઇનનું પાલન થઇ શકે તેમ ન હોવાથી ઉદ્યોગો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનોએક પત્ર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને લખવામાં આવ્યો છે.
એસોસિએશને જણાવ્યું છે કે માઇક્રો તેમજ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટિઝો કર્મચારીઓના ટ્રાન્સપોર્ટેશન માટે ૩૦થી ૪૦ ટકાની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સક્ષમ નથી આ ઉપરાંત જે કોઇ કર્મચારી કોવિડ – ૧૯ મળે તો તેના માટે માલિકની સામે ફરિયાદ દાખલ કરવી યોગ્ય નથી તેનો ફફડાટ પણ માલિકો માં જાણવા મળ્યો ,એસો.નાચેરમેન બાબુભાઇ પટેલે અને એસોસિએશનમાં દ્વારા સરકારને કોવિડ-19 ના ટેસ્ટમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ સેમ્પલ કલેક્શન યુનિટ તૈયાર કરીને આપ્યા હતા. બાબુભાઈ પટેલ અને એસોસિયેશન તંત્રને મદદરૂપ થવા માટે હંમેશા તૈયાર છીએ. પરંતુ સરકારના લોકડાઉનમાં કડક નિયમોને પગલે લોકડાઉન 2.0 માં એસો. માં આવતા 250 જેટલા યુનિટ 3 મે સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન બાદ પરમિશન લઇને નંદેસરીમાં 43 યુનિટ કાર્યરત હતી. અન્ય 44 કંપનીઓને બીજા તબક્કામાં મંજુરી આપવામાં આવી હતી. પરંતુ તઘલખી નિયમોને કારણે તમામ કંપનીઓ બંધ કરી દેવામાં આવી છે.
સાથે સાથે દેસરી જીઆઇડીસીમાં આવેલા ઉદ્યોગોમાં આજુબાજુના ગામોમાંથી અને આનંદ જિલ્લા ના કેટલાય ગામડાઓ ના થી કેટલાય કર્મચારી આવે છે પરંતુ કોરોના ફેલાવાના ડર પગલે ગામોના અમુક કામદારો ઘર ની બહાર ઉદ્યોગો માં જતા ડર અનુભવે છે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા ફેસબુક પેજ ને Follow અને Like કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA