કેન્દ્ર સરકારે 50% ક્ષમતા સાથે દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી ! સલામતી અને સોશિયલ ડિસ્ટર્લિંગની પાલન કરવું પડશે
કેન્દ્ર સરકારે 50% ક્ષમતા સાથે દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી ! સલામતી અને સોશિયલ ડિસ્ટર્લિંગની પાલન કરવું પડશે
મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મોડી રાત્રે એક ઓર્ડર જાહેર કર્યો હતો અને તે અનુસાર પાલિકા અને મહાનગર પાલિકાની હદમાં આવતા હોય તેવી દુકાનો હવે 50% સ્ટાફ સાથે પોતાની દુકાન ખોલી શકાશે. ઓર્ડર મુજબ રહેણાંક ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે. પોતાના વિસ્તાર ના લાગતા વળગતા સરકારી વિભાગ માંથી મંજૂરી લેવાની રહશે ??
હોટસ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલી શકાશે નહી સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા. સરકારે જણાવ્યું હતું કે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કોરોના કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં આવશે નહિ. હાલની પરિસ્થિતિએ આવા તમામ વિસ્તારો માં અને સ્થળોએ દુકાનો બંધ જ રહેશે.
આ ઉપરાંત સોશિયલ ડિસ્ટલિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.સલામતી અને સોશિયલ ડિસ્ટર્લિંગ જાળવવું પડશે ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લોઝ સહીત સલામતીની તમામ વ્યવસ્થા કરવાની રહેશે.
મોલની દુકાનો હજુ ખુલી શકાશે નહિ કેન્દ્ર સરકારના ઓર્ડર મુજબ મહાનગરપાલિકાની હદમાં આવેલા માર્કેટ કોમ્લેક્સ, મોલ, સિંગલ બ્રાંડ અને મલ્ટી બ્રાંડ મોલ્સમાં આવેલી દુકાનો માટે આ નિયમ લાગુ પડશે નહી એટલે કે આ દુકાનો ખોલવા માટે મંજુરી આપવામાં આવી નથી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/