સરકારી અનાજ નો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યું !
સરકારી અનાજ નો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યું !કોરોના વાઇરસ ના લોકડાઉન પગલે સરકાર શ્રી ના આદેશ અનુસાર ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને સરકારી સસ્તા અનાજ ની દુકાને થી અનાજ આપવામાં આવી રહ્યું છે,
આ લોકડાઉન માં સરકારી અનાજ ગરીબ પરિવારો સુધી પોહચાડવા ને બદલે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. વડોદરા ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર ની સસ્તા અનાજ ભરેલી ટ્રક માંથી અનાજ ભરેલી બોરીયો નો જથ્થો ચોરી કરતા ઈસમો ને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યા છે, ઉચ્ચસ્તર ના કેટલા લોકો આમાં ભાગ ભજવેલ છે એ જાણવા જેવું છે,
કોઈ સરકારી અનાજ ની દુકાનદાર કે કોઈ પ્રાઇવેટ દુકાનદાર કે કોઈ ટ્રાન્સપોર્ટર નો આમ હાથ હોઈ શકે??
વિગત પ્રમાણે વડોદરા ના સરકારી અનાજ ના ગોડાઉન માંથી જથ્થો ભરીને ટ્રક વાઘોડિયા જવા નીકળી હતી, વાઘોડિયા જવાને બદલે આ ટ્રક બાજવા તરફ ગઈ હતી, બાજવા પાસે આ ટ્રક માંથી આશરે 10 થી વધારે બોરી અનાજ નો જથ્થો ઉતારી લેવામાં આવ્યો હતો , આ અનાજ નો જથ્થો કોઈ પ્રાઇવેટ ઘર માં મુકેલ હોવાની વિગતો પણ મળી આવેલ છે,
ચોરી કરેલ સરકારી અનાજ નો જથ્થો જવાહરનગર પોલીસે કબજે કરી પોલીસ સ્ટેશન લઈ ગયેલ, સસ્તા અનાજ ની ચોરી માં સરકારી અનાજ ભરેલ ટ્રક સાથે આરોપીઓ ને પોલીસ દ્વારા ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.
ગુજરાત રાજ્ય માં ગરીબો સુધી પોહચવાનું સરકારી અનાજ આ અનાજ ચોરો પોતાના ખિસ્સા માં નાખી રહ્યા છે, સરકાર આવા સરકારી અનાજ ચોરો સામે ચોક્કસ કડક માં કડક પગલાં ભરવા જોઈએ, જેથી પૂરતું અનાજ ગરીબો સુધી પોહચે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA