આરોગ્યગુજરાતદેશ દુનિયા

સાવચેતી એ જ કોરોનાને અટકાવવા માટેનું શસ્ત્ર : શિવાનંદ ઝા , રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ

સાવચેતી એ જ કોરોનાને અટકાવવા માટેનું શસ્ત્ર : શિવાનંદ ઝા , રાજ્યમાં ૧.૧૫ લાખથી વધુ ગુનાઓ દાખલ

ગુજરાતને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અમલી લોકડાઉનના ચુસ્ત પાલન કરાવવાની સાથે રાજ્યની સલામતી, સુરક્ષા અને વિકાસ માટે પોલીસ વિભાગ કટિબદ્ધ છે. ઉનાળાના આકરા તાપમાં પણ કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓ ચેકપોસ્ટ અને કંટેન્મેંટ વિસ્તારોમાં ખડે પગે ફરજ બજાવી રહ્યા છે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગર્વભેર જણાવ્યું હતું. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છઓ પાઠવતાં ઝાએ મુખ્યમંત્રીએ સુચવ્યા મુજબ દરેક નાગરિકોને માસ્ક પહેર્યા વિના ઘરની બહાર ન નીકળવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી હાથ ધોવા એ ત્રણ સંકલ્પ લેવાની અપીલ કરતાં કહ્યું કે સાવચેતીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેનું શસ્ત્ર બનાવી આપણે સૌ એક થઈને કોરોના સામે લડી રહ્યા છીએ. જેમાં અવશ્ય સફળ બની કોરોનાના સંક્રમણને હરાવીશું. લોકડાઉનના કડક અમલ માટે પોલીસદળની સાથે જીઆરડી, હોમગાર્ડસ જવાનો, એનસીસી કેડેટ્‌સ, એનએસએસના સ્વયંસેવકો તથા આરટીઓ અને વનવિભાગના અધિકારી-કર્મચારીઓ ખંતભેર ફરજ બજાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરી કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના આ પ્રયાસોને સફળ બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે તેમ ઝાએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણને અટકાવવામાં ફરજ પાલન દરમિયાન જે પોલીસ કર્મીઓ સંક્રમીત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુનઃ ફરજ ઉપર હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે તેમ ઝાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે લાકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૮૨ ગુના દાખલ કરાયા છે. લાકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે તા. ૨૮ માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસા ફરજમાં અવરોધ ઉભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે. લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૦ ગુના નોંધી ૪૬ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button