આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયા

લોકડાઉન વચ્ચે સિલિન્ડરની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો , સબસિડી વગરના સિલિન્ડર પર ૧૬૨.૫૦ રૂપિયા ઘટાડો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ૫૮૧.૫૦

લોકડાઉન વચ્ચે સિલિન્ડરની કિંમતમાં ઉલ્લેખનીય ઘટાડો , સબસિડી વગરના સિલિન્ડર પર ૧૬૨.૫૦ રૂપિયા ઘટાડો દિલ્હીમાં સબસિડી વગરના સિલિન્ડરનો ભાવ ૫૮૧.૫૦


કોરોના વાયરસની મહામારીને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉન વચ્ચે લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. સબસિડી વગરના રાંધણ ગેસ (એલપીજી સિલિન્ડર) શુક્રવારથી ૧૬૨.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંધણની કિંમતોમાં ઘટાડાના કરાણે સતત ત્રીજા મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાંધણગેસ ગ્રાહકોને સરકાર વર્ષે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર પર સબસિડી આપે છે જે ગ્રાહકો ૧૨થી વધુ સિલિન્ડર ખરીદે છે તો અથવા તો અપની સબસિડી છોડી દીધી છે તેમને બજાર મૂલ્ય પર વિના સબસિડીના સિલિન્ડર ખરીદવા પડતા હોય છે. લોકડાઉનમાં એક શાનદાર સમાચાર તમારા માટે આવ્યાં છે. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. હવે લોકડાઉન વચ્ચે તમને મોંઘવારીમાંથી કઈંક રાહત મળશે. ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી)એ સબસિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. ૧૪.૨ કિલોગ્રામવાળા સબસિડીવગરના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૬૨.૫ રૂપિયા ઘટાડ્‌યા છે. સિલેન્ડરના નવા ભાવ સમગ્ર દેશમાં લાગુ થઈ ગયા છે. ઈન્ડિયન ઓઈલના જણાવ્યાં મુજબ હવે દિલ્હીમાં સબસિડી વગરના ૧૪.૨ કિગ્રાના ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને ૫૮૧ રૂપિયા થયો છે. જે પહેલા ૭૪૪ હતો. અમારી સહયોગી ઝીબિઝના અહેવાલ મુજબ કોલકાતામાં ભાવ ૭૭૪.૫૦ રૂપિયાથી ઘટીને ૫૮૪.૫૦ રૂપિયા, મુંબઈમાં ૭૧૪.૫૦થી ઘટીને ૫૭૯ રૂપિયા તથા ચેન્નાઈમાં ભાવ ૭૬૧.૫૦ રૂપિયાથી ઘટીને ૫૬૯.૫૦ રૂપિયા થયો છે. ઓઈલ કંપનીઓએ ૧૯ કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. નવા દર આજથી જ લાગુ થયા છે. નવી દિલ્હીમાં ૧૯ કિગ્રાના રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ ૨૫૬ રૂપિયા ઘટ્યો છે. હવે ગેસ સિલિન્ડરનો ભાવ ૧૨૮૫.૫૦ રૂપિયાથી ઘટીને ૧૦૨૯.૫૦ રૂપિયા થયો છે. કોલકાતામાં તેનો ભાવ ઘટીને ૧૦૮૬ રૂપિયા, મુંબઈમાં ૯૭૮ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૧૪૪.૫૦ રૂપિયા થયો છે. અત્રે જણાવવાનું કે રાંધણ ગેસના ભાવ ઓછા થવાથી દેશના ૧.૫ કરોડ ગ્રાહકોને ફાયદો થશે. રાંધણ ગેસની માંગ વધવાના કારણે અનેક પરિવારો એવા છે જ્યાં નિર્ધારિત લિમિટ બાદ ગેસ સિલિન્ડર પર સબસિડીનો ફાયદો મળતો નથી. આ ઘટાડાથી તે પરિવારનો મોટો ફાયદો થશે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button