આરોગ્યગુજરાતદેશ દુનિયા

અમદાવાદ માં કોરોના થી દર કલાકે એક નું મોત થાય છે , અમદવાદ માં લોકડાઉંન ચુસ્ત પાલન માટે ના પ્રયાસો

અમદાવાદ માં કોરોના થી દર કલાકે એક નું મોત થાય છે , અમદવાદ માં લોકડાઉંન ચુસ્ત પાલન માટે ના પ્રયાસો

ગુજરાતમાં કોરોનાનો કાળો કેર યથાવત રહ્યો છે.લોકડાઉન સહિત અનેકવિધ પગલાં વચ્ચે પણ કોરોનાના કેસો-મૃત્યુદર વધી રહ્યો છે.વધતાં કેસો જ નહીં, પણ ઉંચા મૃત્યુદરને કારણે કેન્દ્ર સરકાર પણ ગુજરાત સરકારથી ખફા થઇ છે.એટલું જ નહીં,રાજ્યની હોસ્પિટલોમાં અપાતી સારવાર સામે સવાલો ઉઠયાં છે.કેન્દ્ર સરકારના આદેશને પગલે હવે રાજ્ય સરકારે અમદાવાદ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ તરફ,આજે પણ ગુજરાતમાં વધુ ૩૮૦ કેસો નોંધાયા હતાં જેના કારણે કુલ કેસોનો આંક ૬૬૨૫ સુધી પહોંચ્યો છે. આખાય રાજ્યમાં ૬૦ ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આખાય રાજ્યમાં કોરોના પોઝિટવ કેસો અને મૃત્યુ બંનેની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી ટોપ પર રહ્યું છે.આજે પણ અમદાવાદમાં ૨૯૧ કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં કોરોનાની સ્થિત એટલી ભયાવહ બની છે કે, લગભગ દર કલાકે હવે એક કોરોના દર્દીનું મોત નોંધાઇ રહ્યું છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ તાત્કાલિક રીતે કાબૂમાં લેવા માટે ગઇકાલે તંત્ર દ્વારા એક આકરા નિર્ણયના ભાગરૂપે આજથી અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનો ચુસ્ત અમલ શરૂ કરાવાયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં દૂધ પાર્લર અને દવાની દુકાનો સિવાય શાકભાજી, કરિયાણા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો બંધ જાવા મળી હતી. જેના કારણે નાગરિકોને ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સંપૂર્ણ લોકડાઉનના કારણે મોટાભાગની દુકાનો અને વેપાર-વાણિજય એકમો બંધ રહેતાં શહેરના રસ્તાઓ, શેરીઓ અને મહોલ્લાઓ સૂમસામ જણાયા હતા. જા કે, શહેરના કેટલાક વિસ્તારો એવા પણ જાવા મળ્યા હતા કે, જયાં બિનજાગૃત અને બિનગંભીર નાગરિકો લોકડાઉનનો ભંગ કરી રસ્તાઓ પર જોવા મળતા હતા. કોરોનાના કહેરને નાથવા માટે તંત્ર અને સરકાર વારંવાર લોકોને લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરવા, ઘરોમાં જ રહેવા અને સોશ્યલ ડિસ્ટન્સીંગની હાથ જાડી અપીલો કરી રહી છે પરંતુ લોકો કોરોના વાયરસ અને તેની અસરો-પરિણામોની ગંભીરતા સમજતા નથી, જેના કારણે અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ જાણે કે બેકાબૂ બની રહી છે. ગુજરાતમાં લોકડાઉન પાર્ટ-૩ શરુ થઇ ચૂક્યો છે. હજુ સુધી કોરોના અંકુશમાં આવી શક્યો નથી.રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતી થઇ છે. કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારમાં પ્રસરી રહ્યું છે તે જોતાં અમદાવાદ માટે વિશેષ એકશન પ્લાન અંતર્ગત હવે કામગીરી હાથ ધરાઇ રહી છે. અત્યારે માત્ર અમદાવાદમાં જ કોરોનાના કુલ કેસોનો આંક વધીને પાંચ હજારની નજીક પહોંચી ગયો છે. આમ, રાજ્યમાં ૬૦ ટકાથી વધુ કેસો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદનો મૃત્યુઆંક હવે વધીને ૨૯૮ થયો છે. આ જોતાં રાજ્ય સરકાર અને તંત્ર ચિંતિત બન્યા છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખીને દિલ્હીના ટોપના ત્રણ ડોકટરોને અમદાવાદની મુલાકાત લેવા રજૂઆત કરી છે. આમ, હવે અમદાવાદ કોરોના વાયરસને લઇ સૌથી ભયાવહ શહેર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે સરકાર અને તંત્રએ હવે યુધ્ધના ધોરણે ભારે જહેમતભર્યા પ્રયાસો આદર્યા છે.

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow અને Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

Download NS News app from playstore free
https://play.google.com/store/apps/details?id=com.gmaxmart.nsnews

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button