પરપ્રાંતીય શ્રમિકો ને ધનોરા પંચાયત વિસ્તાર માંથી રેલવે સ્ટેશન પોહચાડવાની સાથે જમવાની વ્યવસ્થા કરવામાં આવી
પરપ્રાંતીય શ્રમિકો ને ધનોરા પંચાયત વિસ્તાર માંથી રેલવે સ્ટેશન પોહચાડવાની સાથે જમવાની વ્યવસ્થા કરવામાં આવી
કોરોના વાઇરસ ની મહામારી માં પોતાના વતને જવા માટે પરપ્રાંતીય શ્રમિકો પરેશાન થયા છે તેવામાં વડોદરા ના ધનોરા ગ્રામ પંચાયત વિસ્તાર માં રહેતા પરપ્રાંતીય શ્રમિકો ને તેઓના વતને મોકલવા માટે બસ ની વ્યવસ્થા કરવામાં આવી, ધનોરા થી મોટી સંખ્યામાં રહેતા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી રહેતા પરપ્રાંતિયોને સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે બસ દ્વારા તેઓને રેલવે સ્ટેશન સુધી જવાની વ્યવસ્થા કરીને બધા પરપ્રાંતિયો શ્રમિકો ને ધનોરા થી રેલ્વે સ્ટેશન સુધી બસ મારફતે મોકલી આપવામાં આવેલ હતા,
ધનોરા ના સરપંચ શ્રી પ્રવીણસિંહ એ જણાવ્યું હતું કે સરકાર શ્રી ના ધારાધોરણ પ્રમાણે 550 રૂપિયા જેવું ભાડું લઈને તેઓને ઉત્તર પ્રદેશ માટે ટ્રેન મારફતે મોકલી આપવામાં આવેલ, બસ માં જનાર શ્રમિકો ને ભોજન તેમજ નાસ્તા ની વ્યવસ્થા ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવી હતી,
વધુ માં કોરોનાં મહામારી એ જ્યારે વિશ્વ ચપેટમાં લીધો છે ત્યારે ભારતમાં પણ બાકી નથી રાખ્યું ત્યારે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ધનોરા ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલા દરેક પરપાંતિયો તેમજ અમારા ગામના દરેક નાગરિકોના કોઈપણ જાતની અંવ્યવસ્થા ન થાય તે માટે આજુબાજુ ની કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, હેટીચ પ્રાઈવેટ લિમિટેડ, જયંત એગ્રો પ્રાઈવેટ લિમિટેડ, પ્રશાંત કન્ટ્રક્શન કંપની , જેકોન પ્રાઇવેટ લિમિટેડ , શ્રી ડાયાભાઇ બી મકવાણા તેમજ યશ ફેસીલીટી, દ્વારા ડોનેશન અથવા અનાજની કીટ મેળવી દરેક ગ્રામજનો ને તેમજ આજુબાજુ ચાલીઓમાં રહેતા દરેક કુટુંબને આશરે ૧૦૫૦ થી પણ વધુ અનાજ ની કીટ ઘરે-ઘરે જઇને પહોંચાડી અને સમગ્ર અમારા ગ્રામ સીમ વિસ્તાર ચાલીઓમાં બે બે વાર ટ્રેક્ટરના મારફતે સેનેટાઇઝર થી છંટકાવ કરવામાં આવ્યું છે,
તેમજ જ્યારે ધનોરાથી પ્રારપ્રાંતિયો તેમના વતનમાં જતા હોય ત્યારે હિયાં ફુડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દરેક નાગરિકને ડ્રાય ફુટ પેકેટ બનાવીને આપવામાં આવ્યું છે કેમ કે લાંબી મુસાફરી ની અંદર વચ્ચે કંઈ કોઈ ભૂખ્યું ના રહે તે માટે દરેક શ્રમિકો ને ડ્રાય ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હું અમારા દરેક ગ્રામજનો સીમવિસ્તાર આજુબાજુના ગામ જનો કહેવા માગું છું કે કોરોના મહામારીની બચવા માટે એનો એક જ ઉપાય છે ઘરમાં રહો સુરક્ષિત રહો ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે માસ્ક નો ઉપયોગ કરો અને ખૂબજ જરૂરી પડે તો જ ઘરની બહાર નીકળો કેમ કે આખા વિશ્વને જ્યારે આ મહામારી ના રોગે ભરડામાં લીધું છે ત્યારે ફક્ત અને ફક્ત આનો ઉપાય સેલ્ફ કોરોન્ટાઇન એટલે ઘરમાંજ રહો સુરક્ષિત રહો અને સાબુ થી વારમવાર હાથ ધોવા કોરોનાં નો બીજો કોઈ ઈલાજ નથી અને કોઈ દવા અત્યાર સુધી કોઈ પણ દેશે બનાવી નથી આથી મારા દેશવાસીઓને મારા રાજ્ય ગુજરાતના તેમજ વડોદરા ડિસ્ટ્રિક્ટ ધનોરા ના રહીશો માટે મારી આટલી પ્રથાન અને અપીલ છે એવું ધનોરા ગ્રામપંચાયત ના સરપંચે જણાવ્યું હતું,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/