૪૮૦ મી મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતિ સંદર્ભ માં ભવાની ક્ષત્રિય સેના વડોદરા અને વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા નિરાધાર લોકોને રાશન ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું !
૪૮૦ મી મહારાણા પ્રતાપસિંહજી ની જન્મ જયંતિ સંદર્ભ માં ભવાની ક્ષત્રિય સેના વડોદરા અને વડોદરા રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા નિરાધાર લોકોને રાશન ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું !
કોરોના વાઇરસ ના લોકડાઉન માં કેટલાય મધ્યમ વર્ગીય પરિવારો ને અનાજ કે જમવાનું માંડવામાં મુશ્કેલી થઈ રહી છે, રાજ્ય માં અને વડોદરા કેટલીય સામાજિક સંસ્થાઓ દ્વારા નિરાધાર બનેલ પરિવારો સુધી અનાજ ની કીટ પોહચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે, વડોદરા તાલુકા ના અમુક ગ્રામ્ય વિસ્તાર માં નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર (શેરખી) ના સહયોગ થી કોરોના વાયરસ ( COVID-19 ) ની મહામારી ના લોકડાઉન ની પરિસ્થિતિ માં નિરાધાર લોકોને રાશન ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.કોઈ પણ નાત – જાત – ધર્મ નાં ભેદ ભાવ વગર , તે તમામ ને સોશ્યિલ ડિસ્ટન્સ થી પરિવાર ને રાશન કીટ આપવામાં આવી છે, આ સંસ્થા એ જણાવ્યું હતું કે અમારું માનવું એવું છે ગરીબ અને મધ્યમ વર્ગ લોકો ની કફોડી હાલત થઈ ગઈ છે, જે લોકો ભાડે રહે છે, વિધવા બહેનો અને સિંગલ પેરેન્ટ્સ છે જે લોકો રેગ્યુલર દરરોજ નું લાવી દરરોજ ખર્ચો થાય છે, તેવાં લોકો ને રાશન કીટ વિતરણ કરવામાં આવી છે!!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/