લોક ડાઉનનો ભંગ કરી મોબાઇલ વાલા નો મોબાઇલનો શોરૂમ ખુલ્લું રાખી વેચાણ કરતા મેનેજર તથા કર્મચારીઓને પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
લોક ડાઉનનો ભંગ કરી મોબાઇલ વાલા નો મોબાઇલનો શોરૂમ ખુલ્લું રાખી વેચાણ કરતા મેનેજર તથા કર્મચારીઓને પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરાના વાયરસ કોવીડ ૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. અને ભારતમાં પણ વધારે કેસો નોંધાયેલ છે. અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમાયતરે નોવેલ કોરાના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે રેડ ઝોન જાહેર કરેલ હોય જે તકેદારીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા લોકોને એકત્રીત નહી થવા, મોલ, મલ્ટીપ્લેટ, સિનેમા
ગૃહો, શોરૂમ બંધ કરવા, તેમજ લોકોની વધારે અવર જવર હોય તેવા તમામ સ્થળો બંધ કરવા જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય તેમજ લોક ડાઉનનું ઉલ્લઘંન કરી તદ્દન બીન જરૂરી શોસીયલ ડીસ્ટન્સીંગ વગર વેપાર ધંધો કરતા હોય તેવા ઇસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજા તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણના ઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજાના ઓની દોરવણી હેઠળ રાજમહેલ રોડ કુંજ પ્લાઝા કોમલેક્ષમાં આવેલ મોબાઇલ વાલા નામના
મોબાઇલનો શોરૂમ કોઇપણ જાતની મંજુરી વગર ખુલ્લુ રાખી શોરૂમમાં મેનેજર તથા કર્મચારીઓએ સોશીયલ ડીસ્ટન્સીંગ તથા હેન્ડ ગ્લોઝ નહી પહેરી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના પ્રસિધ્ધ કરેલ જાહેરનામા નો ભંગ કરી હાજર મળી આવેલ હોય કર્મચારીઓ વિરૂધ્ધ નવાપુરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મેનેજર તથા કર્મચારીઓના નામ-સરનામા
(૧) મેનેજર:- ધર્મેશભાઇ નારાયણભાઇ મિસ્ત્રી રહે. ૩૦, રાજસ્થભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ બંગીખાના પાસે,
વડોદરા શહેર
(૨) ઉમેશભાઇ સતીષભાઇ શાહ રહે. ૧૦૨, શર્ણમ કોમ્પલેક્ષ, શામળ બેચરની પોળ, માંડવી, વડોદરા શહેર
(૩) અભિજીત રામુભાઇ માળી રહે. શીયાબાગ મેઇન રોડ, મીઠીબા હોલની સામે, નવાપુરા, વડોદરા શહેર
(૪) યશ કૌશીકભાઇ મિસ્ત્રી રહે, બી/૨૪૭, રાજસ્થભ સોસાયટી, પોલોગ્રાઉન્ડ સામે, વડોદરા શહેર
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA