તમાકુ માવાનો જથ્થો તેમજ માવાના મટીરીયલ મળી કુલ રૂા.૭૦,૯૦૦/-ના મુદામાલ સાથે આરોપી સુનિલ રાયને ઝડપી પાડતી વડોદરા શહેર SOG પોલીસ
કોવીડ-૧૯, લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરી સનફાર્મા રોડ ,શિવમ ટેનામેન્ટ મ.નં-બી/૪પના કંમ્પાઉન્ડમાં ગોડાઉન બનાવી તમાકુ માવા બનાવવાના મટીરીયલનો જથ્થો રાખી
તમાકુના માવાઓનુ સર્જન કરી વધુ ભાવે વેચાણ કરતા સર્જક સુનિલ રાયને તમાકુ માવાનો જથ્થો તેમજ માવાના મટીરીયલ મળી કુલ રૂા.૭૦,૯૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી જે.પી.રોડ પો.સ્ટે. હવાલે કરતી વડોદરા શહેર ટીમ એસ.ઓ.જી.હાલમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯)ને વર્લ્ડ હેલ્થ ઓરોગેનાઇઝેન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય અને કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા ભારત સરકાશ્રી તરફથી બહાર પાડેલા લોકડાઉન -૩ અંગેની ચુસ્ત અમલવારી અંગે આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રાખવા તેમજ દારુ/ગુટખા/પાન મસાલા વેચાણ/ખાવા સદંતર પ્રતિબંધ ફરમાવી મે.પોલીસ કમિશ્નર સા.શ્રીએ પ્રિસિધ્ધ કરેલ જાહેરનામાની અમલવારી કરવા અંગે એસ.ઓ.જી. પો.ઇન્સ. એમ.આર.સોલંકી સાહેબશ્રીએ જાહેરનામાનો ભંગ કરી વધુ ભાવે તમાકુ બનાવટો વેચનાર ઇસમોને શોધી કાઢી કાયદેસર કરવા આપેલ સુચના અન્વયે. આજરોજ એસ.ઓ.જી.,પો.સ.ઇ.શ્રી એ.બી.મિશ્રા તથા એસ.ઓ.જી.ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો.ધર્મેન્દ્રસિંહ રામસિંહ નાઓને બાતમીદારથી બાતમી મળેલકે, ” સનફાર્મા રોડ ,શિવમ ટેનામેન્ટ બી-૪પમાં રહેતો સર્જક સુનિલભાઇ રાય નામનો ઇસમ તેના મકાનના કંમ્પાઉન્ડમાં આવેલ પતરાવાળા ગોડાઉનમાં તમાકુના જથ્થાબંધ માવા તૈયાર કરી તેનું વધુ
ભાવેથી વેચાણ કરી રહેલ છે. જે બાતમી આધારે પો.સ.ઇન્સ.એ.બી.મિશ્રાનાઓએ સ્ટાફના માણસો સાથે
રાખી કલાક ૧૧/૨૦ વાગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી શોશ્યલ ડીસ્ટન્સ જાળવી સર્જક સુનિલભાઇ રાય
રહે.બી/૪૫,શિવમ ટેનામેન્ટ , સન ફાર્મા રોડ,વડોદરાનાઓને તેના મકાનના કંમ્પાઉન્ડમાં બનાવેલ ગોડાઉનમાંથી તૈયાર કરેલ તમાકુના માવા તથા કાતરેલી સોપારી,કીમામ, તમાકુ,ચુનાના પાઉચ તથા પ્લાસ્ટીકના રેપરનો જથ્થો મળી કુલ્લે રૂા. ૭૭,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની
કાર્યવાહી કરી જે.પી.રોડ પો.સ્ટે.ના હવાલે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર એસ.ઓ.જી.ટીમઃ-
(૧) પો.ઇન્સ.શ્રી એમ.આર.સોલંકી (૨) પો.સ.ઇન્સ.એ.બી.મિશ્રા, (૩) એ.એસ.આઇ.શાંતિલાલ
વાલજીભાઇ (૪)એ.એસ.આઇ.અબ્દુલરજાક ઉસ્માનભાઇ (૫) હે.કો.હેમંત તુકારામ (૬) હેડ કોન્સ.આસીફઇકબાલ મહમંદઅલી (૭) હે.કો.જયકિશન સોમાજી (૭) પો.કો. ધર્મેન્દ્રસિંહ રામસિંહ ઘરપકડ કરેલ આરોપીઓની વિગતઃ-
સર્જક સુનિલભાઇ રાય રહે.બી/૪પ, શિવમ ટેનામેન્ટ ,સન ફાર્મા રોડ,વડોદરા શહેર
કબજે કરેલ મુદામાલઃ-
તમાકુના માવા, કાતરેલી સોપારી,કીમામ, તમાકુ, ચુનો તેમજ પ્લાસ્ટીકના રેપર જથ્થો મળી કુલ રૂા.૭૭,૯૦૦/-નો મુદામાલ
નોધાવેલ ગુનાની વિગતઃ-જે.પી.રોડ પો.સ્ટે. સે.ગુ.ર.નં-૬૮૪/૨૦૨૦ ઇ.પી.કો. ક.૧૮૮,ર૬૯ તથા જી.પી.એકટ કલમ ૭૦ મુજબ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/