રિલાયન્સ ના કોન્ટ્રાકટ કર્મચારીઓ ને પગાર ના મળતા હાલત કફોડી બની ! કર્મચારીઓ ને ખાલી 2 હજાર પકડાવ્યા !
કોરોના ની મહામારી માં કર્મચારીઓ ને પગાર ના મળતા અનેક કોન્ટ્રાકટ કર્મચારીઓ ને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, વડોદરા ના ધનોરા ખાતે આવેલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માં કોન્ટ્રાકટ માં કામ કરતા કામદારો ને લોકડાઉન ના બે મહિના નો પગાર ના મળતા કર્મચારીઓ ની હાલત કફોડી બની છે, કર્મચારીઓ રિલાયન્સ માં અલગ અલગ કોન્ટ્રાકટ માં કેટલાય વર્ષોથી કામ કરી રહ્યા છે, આશરે 8 કોન્ટ્રાકટ રિલાયન્સ માં ચાલે છે, તેમાં આશરે 900 થી 1000 કોન્ટ્રાકટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે, આ કર્મચારીઓ ને પગાર ના મળતા ઘર ચલાવવું મુશ્કેલી બન્યું છે, એક તરફ રિલાયન્સ પ્રધાનમંત્રી રાહત ફંડ માં કરોડું નું દાન કરી રહી છે અને એક તરફ કોન્ટ્રાકટ માં કામ કરતા નાના કામદારો ને વેતન આપવામાં આજીજી કરાવી રહી છે, ગ્રામ્ય વિસ્તાર ના કર્મચારીઓ ને પગાર ના મળતા તેઓની માનસિક હાલત માં ઓન બદલાવ જોવા મળી રહ્યો છે, ઘણી રજૂઆતો કરવા પછી ખાલી 2-2 હજાર રૂપિયા કર્મચારીઓ ને પગાર સ્વરૂપે આપ્યા હતા, વધુ માં કોન્ટ્રાકટર કર્મચારીઓ ને કંપની માં પાછા નોકરી બોલાવવા નથી માંગતા એવું કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું, કર્મચારીઓ ને વેતન ના મળતા ખાવા ના ફાંફા પડી રહ્યા છે.ધનોરા ના સરપંચ અને જવાહરનગર પોલીસે એકઠા થયેલા કોન્ટ્રાકટ કર્મચારીઓ ને સમજાવી ને ઘરે પાછા મોકલ્યા હતા,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA