આરોગ્યગુજરાતદેશ દુનિયા

છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૩૬૧ કેસો સપાટીએ આવ્યા , અમદાવાદમાં નવા ૨૫૧ કેસોથી હાહાકાર .

છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૩૬૧ કેસો સપાટીએ આવ્યા , અમદાવાદમાં નવા ૨૫૧ કેસોથી હાહાકાર .

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૬૧ કેસ સપાટી પર આવ્યા હતા. આની સાથે જ કેસોની સંખ્યા વધીને ૧૪૮૨૯ સુધી પહોંચી હતી. આજે વધુ ૨૭ લોકોના મોત સાથે ગુજરાતમાં મોતનો આંકડો વધીને ૯૧૫ પર પહોંચ્યો હતો. આજે અમદાવાદમાં ૨૩ લોકોના મોત થયા હતા. અમદાવાદમાં સ્થિતિ સૌથી ચિંતાજનક રીતે બનેલી છે કારણ કે કેસોમાં જારદાર વિસ્ફોટ થઈ રહ્યો છે. ગુજરાતના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારમાં અમદાવાદ છે. ગુજરાતમાં જે કેસો વધ્યા છે તે પૈકી મોટાભાગે અમદાવાદમાં વધી રહ્યા છે. અન્યત્ર સ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ અમદાવાદના લીધે આંકડો ઉલ્લેખનીય રીતે વધ્યો છે.આજે પણ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સઘન તપાસની કામગીરી યથાવત રીતે જારી રહી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં વધુ ૨૫૧ કેસો સપાટી પર આવ્યા હતા. હોટસ્પોટ બનેલા અને ખતરનાકરીતે કોરોનાના કેસો જ્યાં વધી રહ્યા છે. અમદાવાદમાં આજે જે ૨૫૧ પોઝિટિવ કેસ આવ્યા હતા. અમદાવાદમાં કેસોને રોકવા માટે વિવિધ પગલાની અસર દેખાઇ રહી છે. રાજ્યમાં કોરોનાને લઇને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. અમદાવાદ હોટસ્પોટ તરીકે નોંધાઈ ગયા છે. કારણ કે, આ જગ્યા પર જ સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં દેશના અન્ય ભાગોની જેમ જ કોરોનાના કેસોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. સૌથી વધુ પ્રભાવિત રહેલા રાજ્યોમાં હવે ગુજરાત પણ સામેલ થઇ ગયું છે. રાજ્ય સરકાર જુદી જુદી રીતે માહિતી મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ચકાસણીની પ્રક્રિયા પણ તીવ્ર કરવામાં આવી છે. રાજ્યમા ખાસ કોરોના હોસ્પિટલો પણ ઉભી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓની વાત કરવામાં આવે તો સંખ્યા અમદાવાદમાં સૌથી વધારે વધી રહી છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૩૬૧ કેસ સપાટી પર આવ્યા હતા.
શહેર કેસ
અમદાવાદ ૨૫૧
વડોદરા ૩૧
સુરત ૩૬
સાબરકાંઠા ૮
ગાંધીનગર ૭
જામનગર ૫
બનાસકાંઠા ૩
મહીસાગર ૩
વલસાડ ૩
ભાવનગર ૨
અરવલ્લી ૨
કચ્છ ૨
નવસારી ૨
જુનાગઢ ૧
મહેસાણા ૧
પંચમહાલ ૧
પાટણ ૧
રાજકોટ ૧
અન્ય રાજ્ય ૨
કુલ ૩૬૧

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button