મનરેગા હેઠળ કામ શોધનારા લોકોની સંખ્યા બમણી થઈ , સ્કીમમાં કામ શોધતા લોકોની સંખ્યા મે ૨૦૧૯માં ૩ લાખ હતી. જે મે ૨૦૨૦માં ડબલ કરતાં વધીને સાત લાખ થઈ
કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી હવે શહેરોમાંથી ગામડાઓમાં રિવર્સ માઈગ્રેશન શરૂ થયું છે. પરિણામે મહાત્મા ગાંધી નેશનલ એમ્પલોઈમેન્ટ ગેરેન્ટી એક્ટ (મનરેગા) અંતર્ગત કામ શોધતા લોકોમાં અચાનક ઉછાળો આવ્યો છે. ટોચના અધિકારીએ જણાવ્યું કે, આ સરકારી સ્કીમમાં કામ શોધતા લોકોની સંખ્યા મે ૨૦૧૯માં ત્રણ લાખ હતી. જે મે ૨૦૨૦માં ડબલ કરતાં પણ વધીને સાત લાખ થઈ છે. અધિકારીએ જણાવ્યું કે, તેઓ આગામી બે અઠવાડિયામાં મનરેગા હેઠળ કામ શોધતા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવવાનું અનુમાન લગાવી રહ્યા છે. કોરોનાની મહામારીનો ડર અને લોકડાઉનના કારણે નોકરીની ઓછી તકોથી લાખોની સંખ્યામાં લોકો ગામડાઓમાં પાછા ફરી રહ્યા છે. રાજ્ય ગ્રામ વિકાસ વિભાગના સિનિયર અધિકારીએ જણાવ્યું, અમે મનરેગા અંતર્ગત નોકરી શોધનારાઓની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચશે તેવો અંદાજ લગાવી રહ્યા છીએ. અધિકારીએ જણાવ્યું, ૨૦ મે ૨૦૧૯ સુધી ગ્રામિણ સ્તરે જુદા જુદા મજૂરીકામ સાથે ૩.૬૫ લાખ શ્રમિકો જાડાયા હતાં. હવે આ આંકડો અચાનક વધતાં ૭.૧૮ લાખ લોકોમાં સુધી પહોંચી ગયો છે. જેમણે મનરેગા પ્રોજેક્ટ હેઠળ કામ લેવા માટે અરજી કરી છે. સરકાર લેટેસ્ટ આંકડા મુજબ આ વર્ષે ૧.૧૪ લાખ શ્રમિકોએ મનરેગા પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં કામ શરૂ કરી દીધું છે જ્યારે મે ૨૦૧૯માં આ આંકડો ૨૧૭૨૭ હતો. સીએમઓ સચિવ અશ્વિની કુમારે જણાવ્યું, મુખ્યમંત્રીએ જિલ્લાઓને આદેશ આપ્યો છે કે મનરેગા અંતર્ગત અરજી કરનારા તમામ લોકોને કામ મળવું જાઈએ. અત્યાર સુધી ૩૩ જિલ્લાઓમાં આ સ્કીમ અંતર્ગત ૬૫૯૨ ગ્રામ પંચાયતોમાં કામ શરૂ થઈ ચૂક્યું છે. આદિવાસી પ્રભુત્વ ધરાવતા દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કન્સ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર સેક્ટરમાં મજૂરો આવતા હોય છે. જેમાં પણ હવે સૌથી મોટું રિવર્સ માઈગ્રેશન જાવા મળી રહ્યું છે. આવી જ રીતે ભાવનગરથી હીરા ઘસવા માટે સુરત અને અમદાવાદ આવેલા કારીગરો પાછા વતન ગયા છે અને તેઓ પણ મનરેગા અંતર્ગત કામ કરવા માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના ગ્રામિણ વિકાસ વિભાગના સિનિયર અધિકારીએ કહ્યું, સામાન્ય રીતે મનરેગા અંતર્ગત જાબ કાર્ડના ચોથા ભાગના કાર્ડ ભરાતા હોય છે પરંતુ કોરોનાની મહામારીથી મોટી સંખ્યામાં લોકો ગામડાઓમાં પાછા આવી રહ્યા છે અને કામ શોધી રહ્યા છે.તેમણે ઉમેર્યું કે, સરકારે આંતર જિલ્લામાં ટ્રાવેલની મંજૂરી આપી હોવાથી શહેરોમાંથી ગામડાઓમાં માઈગ્રેશન વધશે. અમે મનરેગામાં કામ માટે અરજી કરનારા લોકોની સંખ્યા ૧૦ લાખ સુધી પહોંચશે તેવું અનુમાન લગાવી રહ્યા છીએ. આ સ્કીમ જીઓઆઈ અને રાજ્ય સરકાર દ્વારા ફંડ કરાયેલી છે. અને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડના કામકાજ પૂરા થઈ ચૂક્યા છે. ઇકોનોમિકસ્ટ વાય. કે. અલાઘએ કહ્યું કે, કોવિડ-૧૯ની મહામારીના કારણે ગામડાઓમાં પાછા જવા મજબૂર બનેલા લોકો માટે મનરેગા લાઈફલાઈન સાબિત થશે અને સરકારે તેમાં ફંડ વધારવું જાઈએ. જેથી ગરીબ લોકોને પણ કામ મળી રહે અને તેમની થાળીમાં ભોજન આવી શકે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/