કતાર માં હજુ પણ 1 હજાર થી વધુ ગુજરાતી ફસાયેલા છે,2 મહિના થી પગાર નથી મળ્યો, હવે કતાર માં ગુજરાતીઓ ની ધીરજ ખૂટી ગઈ છે!
કતાર માં હજુ પણ 1 હજાર થી વધુ ગુજરાતી ફસાયેલા છે,2 મહિના થી પગાર નથી મળ્યો, હવે કતાર માં ગુજરાતીઓ ની ધીરજ ખૂટી ગઈ છે!
કતારની ક્યુકોન કંપનીમાં કામ કરતા વડોદરા સહિત ગુજરાતના 1 હજાર જેટલા કર્મચારીઓ કંપનીના લુલા વહીવટને કારણે ફસાયા છે, કંપની દ્વારા કર્મચારીઓને કામ કે જૂના પગાર આપવા અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવ્યો. પગાર લેવા માટે કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની ગેટ પાસે પહોંચે તો હથિયારધારી પોલીસ તેમની હુટર વગાડતી એસયુવી કારમાં આવીને ઘેરી લે છે. થોડા દિવસો પહેલા પાકિસ્તાને તેમના કર્મચારીઓને પરત બોલાવી લીધા છે, ત્યારે ભારત સરકાર જલ્દીથી મદદ કરે તેવી આશા સાથે ગુજરાતીઓ તેમનો સમય વિતાવી રહ્યા છે,
કતારની ક્યુકોન કંપનીમાં કામ કરતા અને વડોદરા, કોયલીના રહેવાસી જાવેદ મલિકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 મહિનાથી અમને પગાર આપવામાં આવ્યો નથી, અમારું કામ હાલ બંધ છે, ક્યારે કામ શરૂ કરાશે એની કોઈ માહિતી નથી, પગાર ક્યારે ચૂકવવામાં આવશે તે અંગે કોઈ નક્કર જવાબ આપવામાં આવતો નથી. તેને કારણે બધા ગૂંચવાયેલો રહે છે. અમને અહીંયાં રહેવા અને જમવાની સુવિધા પેહલા સારી પૂરી પાડવામાં આવતી હતી પરંતુ અત્યારે જમવાનું પણ સારું નથી મળી રહ્યું, દિવસે ને દિવસે સ્થિતિ વધુ ખરાબ થતી હોવાથી આવનારા ના દિવસો માં જમવાનું પણ નહીં મળે એવું લાગી રહ્યું છે, ભારત સરકારે અહીંયાંથી અત્યાર સુધી એકજ ફ્લાઇટ માં આશરે 25 જેટલા કર્મચારીઓ ને ભારત લઈ ગયેલ, કોઈ ઉકેલ ન આવવાને કારણે અમારી સાથે અમારા પરિવારજનો પણ સતત મુશ્કેલી અનુભવી રહ્યા છે, અમારે જલ્દીથી પોતાના વતન જવું છે અને સરકારે અમને તે માટે જરૂરી મદદ કરે એવી વિન્નતી કરીએ છે.
અમારી ન્યૂઝ ચેનલ નૈતિક સમાચાર NS NEWS તરફ થી કતાર માં સફાયેલ લોકો ને ભારત પરત લાવવા માટે સરકાર શ્રી ને મેઇલ અને ટ્વિટર ના માધ્યમ થી રજુઆત કરવામાં આવેલ છે, સરકાર તાત્કાલિક ધોરણે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરીને કતાર માં ફસાયેલ લોકો ને ભારત પરત લાવે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/