અમદાવાદ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીઓના પરિવારજનો ને રાશન ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું!
અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અમદાવાદ જેલમાં રહેલ અમદાવાદ શહેરના કેદીઓના પરિવારજનોને કોરોનાના કારણે અત્યારની પરિસ્થિતીમાં જે મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેમને મદદરૂપ થવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષકશ્રી ડૉ. એમ. કે. નાયક સાહેબ દ્વારા “માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટ ” ના ટ્રસ્ટીશ્રી. ડૉ.ભુપેશ ડી. શાહ તથા તેમના સહયોગીઓ દ્વારા ૧૦૦૦ કેદીઓના કુટુંબીજનોને એક માસ ચાલે તેટલી રાશન કીટ તમામ કેદીઓના કુટુંબીજનોને મે.જેલ અધિક્ષકશ્રી. ડો.એમ. કે. નાયક સાહેબ, નાયબ અધિક્ષકશ્રી, ડી.વી. રાણા સાહેબ તથા નાયબ અધિક્ષકશ્રી. વી.આર.પટેલ સાહેબ તેમજ જેલરશ્રીઓના હસ્તે વિતરણ કરવામાં આવેલ છે. આમ વૈશ્વિક મહામારીના સમયમાં જેલમાં રહેલ કેદીઓના કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટાવી “માનવ સેવા સમાજ કલ્યાણ ટ્રસ્ટ” દ્વારા એક ઉમદા કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/