ટાટા નેનો કારમાં ભરેલો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડતી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ
ટાટા નેનો કારમા કીમત રૂપિયા ૮૬,૪૦૦/-નો ઇંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢી ,ક્વોલિટી કેસ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ
હાલમાં ચાલી રહેલ લોકડાઉન અનુસંધાને વડોદરા શહેરમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સુચના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત તથા JCP શ્રી કેશરીસિંહ ભાટીનાઓ તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના DCP શ્રી જયદિપસિંહ જાડેજાનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓ કાર્યરત હતા દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ.શેખનાઓની ટીમને મળેલ માહીતી આધારે સાયજીપાર્કથી રામદેવનગર વચ્ચે બાપા સીતારામ નગર પાસેથી કાલીકાપ્રસાદ ઉર્ફે કાવા કહારનાએ બિનવારસી હાલતમાં મુકેલ ટાટા નેનો કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો કીમત રૂપિયા ૮૬,૪૦૦/-ની સાથે કુલ્લે કીમત રૂપિયા ૧,૮૬,૪૦૦/ ના મુદામાલ સાથે શોધી કાઢી કવાલીટી કેસ કરી વોન્ટેડ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વોન્ટેડ આરોપીઓનું નામ સરનામું
કાલીકાપ્રસાદ ઉર્ફે કાવો રમેશભાઇ કહાર રહે. લકુલેસનગર સોસાયટી, આજવા રોડ વડોદરા
કબજે કરેલ મુદામાલ
(૧) ૭૫૦ મીલી ભરેલ રોયલ બાર બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ – ૧૫૬ કીમત રૂપિયા ૩૪,૧૦૦/
(૨) ૭૫૦ મીલી ભરેલ રોયલ નાઇટ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ ભરેલ બોટલ નંગ – ૧૨ કીમત રૂપિયા ૫૧૦૦/
(૩) ૫૦૦ મીલી ભરેલ માઉન્ટસ ૬૦૦૦ બ્રાન્ડની બીયર ટીન નંગ ૭૨ કીમત રૂપિયા ૭૨૦૦/
(૪) એક ટાટા નેનો ફોર વ્હીલ કીમત રૂપિયા ૧,૦૦,૦૦૦/
કુલ્લે કીમત રૂપિયા ૧,૮૬,૪૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/