રાજ્યમાં પ્રથમવાર 24 કલાક માં પોઝિટિવ કેસ આંકડો ૫૦૦ને પાર થયો , કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૯ હજારને પાર 24 કુલ મૃત્યુઆંત ૧૧૯૦ થયો : અનલોક બાદ કેસમાં વધારો
રાજ્યમાં પ્રથમવાર 24 કલાક માં પોઝિટિવ કેસ આંકડો ૫૦૦ને પાર થયો , કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧૯ હજારને પાર 24 કુલ મૃત્યુઆંત ૧૧૯૦ થયો : અનલોક બાદ કેસમાં વધારો
ગુજરાતમાં અનલોક બાદ આજે કોરોના મહામારીએ આજે વરવુરૂપ ધારણ કરતાં ચોવીસ કલાકમાં કોરોના પોઝિટિવનો આંકડો ૫૦૦ને પાર થયો છે. આ સાથે જ કોરોના સંક્રમીતનો આંકડો ૧૯ હજારને પાર થઈ ૧૯૧૧૯ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં પણ ૩૫ જણાના મોત થતા કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદમાં આજે નવા ૩૨૪ દર્દીઓ ઉમેરાતા આંકડો ૧૩૬૭૮ થયો છે. જેમાં અમદાવાદમાં ૩૦ મોત થયા છે. રાજ્યમાં આજે અનલોકના સપ્તાહમાં જ ૫૧૦ જેટલા નવા કેસો નોંધાતા કોરોના મહામારીએ ગંભીરરૂપ ધારણ કર્યું છે. જેમાં સૌથી વધારે અમદાવાદમાં ૩૨૪, સુરતમાં ૬૭, વડોદરામાં ૪૫, ગાંધીનગરમાં ૨૧, મહેસાણામાં ૯, પાટણ અને જામનગરમાં ૬, વલસાડમાં ૫, ભાવનગર અને અમરેલીમાં ૪, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં ૩, ડાંગમાં ૨, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, જુનાગઢ, નવસારી અનવે દેવભૂમિ દ્ધારકામાં ૧-૧ કેસ નોંધાયો છે. રાજ્યમાં ૨૨ જિલ્લામાં આજે કોરોનાનો ફેલાવો નોંધાયો હતો. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ ૪૯૧૮ થયા હતા. જેમાં ૬૩ વેન્ટીલેટર ૫૨ અને ૪૮૫૫ સ્ટેબલ છે અને ડિસ્ચાર્જ અત્યાર સુધીમાં ૧૩૦૧૧ લોકો થયો છે. કુલ મૃત્યુઆંક ૧૧૯૦ થયો છે. જેમાં રાજ્યમાં ૩૫ વ્યક્તિઓના કોરોનાને કારણ અવસાન થયા છે. જેમાં અમદાવાદમાં ૩૦, સુરતમાં ૨, આણંદ, ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે ૧ વ્યક્તિનું મોત નીપજ્યા છે. રાજ્યમાં આજે ૩૪૪ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે ૨,૨૧,૧૪૯ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે. જેમાં ૨૧૩૭૧૭ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૭૪૩૨ વ્યક્તિઓને ફેસિલીટી ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/