મગર પકડાયો : સ્થાનિક આગેવાનો ની અનેક રજુઆત પછી ઉંડેરા તળાવ માંથી મગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો,
વડોદરા ના ઉંડેરા માં આશરે 1 મહિના પહેલાં મગર ગામ ના તળાવ માં આવી પોહચ્યો હતો, તળાવ માં ગંદકી ના કારણે મગર આવ્યો હોવાની આશંકા, સ્થાનિક આગેવાન હિતેશ દેસાઈ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર એ કોઈ ધ્યાન દોર્યું નહતું, ઉંડેરા ગ્રામજનો અને રાહદારીઓ ને મગર નો ડર સતાવ્યા કરતો હતો, ગત સોમવાર ના રોજ વન વિભાગ માં જાણ થતાં મગર ને પકડવા પાંજરું મૂક્યું હતું પરંતુ તળાવ માં ગંદકી ના કારણે મગર પકડવામાં મુશ્કેલી થઈ રહી હતી, એક અઠવાડિયા ની રેસ્ક્યુ ટીમ ની સખત મહેનત પછી આજ રોજ સવારે મગર ને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો, મગર રેસ્ક્યુ થતા ગ્રામજનો અને રાહદારીઓ એ હાશકારો અનુભવ્યો હતો, સાથે રેસ્ક્યુ ટિમ નો આભાર માન્યો હતો, મગર રેસ્ક્યુ થયા ની જાણ થતા ની સાથે ઉંડેરા ગ્રામ પંચાયત સરપંચ અને ઉપ સરપંચ સ્થળે પોહચ્યા હતા,
વધુ માં સ્થાનિક આગેવાન હિતેશ દેસાઈ ના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા એવું કહેવામાં આવેલ કે ઉંડેરા તળાવ માં કોઈ મગર નથી , મગર ના હોવાના પુરાવા તદ્દન ખોટા પડ્યા અને આજ રોજ જીવતા મગર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો, વધુ માં જણાવતા કહ્યું કે હજુ ઉંડેરા તળાવ માં મગર ના નાના બચ્ચા હોવાની આશંકા સેવાઇ રહી છે, ચોમાસા ની ઋતુ ચાલુ થઈ ગઈ છે છતાં ઉંડેરા તળાવ માં સાફ સફાઇ કરવામાં આવી નથી જો વધારે વરસાદ પડે તો મગર બચ્ચા હશે એ ગામ તરફ નીકળશે અને તળાવ નું કચરા વાળું પાણી પણ ગામ તરફ જશે, હિતેશ દેસાઈ એ જણાવ્યું કે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ તળાવ ની સાફ સફાઈ કરવામાં આવે,
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/