ભારતમાં બે માસમાં ૧૨.૪ કરોડ લોકોએ નોકરી ગુમાવી , કોરોનાની સ્થિતિને થાળે પડતાં હજી સમય લાગશે
ભારતમાં બે માસમાં ૧૨.૪ કરોડ લોકોએ નોકરી ગુમાવી , કોરોનાની સ્થિતિને થાળે પડતાં હજી સમય લાગશે
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે લોકોના રોજગાર પર મોટું સંકટ ઉભું થયું છે. માર્ચ અને એપ્રિલ માસમાં જ દેશમાં ૧૨.૪ કરોડ લોકોએ પોતાની રોજગારી ગુમાવવી પડી છે. આમાંથી મોટાભાગના લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અથવા તો સામાન્ય છૂટક નોકરીઓ કરે છે. ખાસ કરીને સ્વ રોજગાર અને પગારદાર વર્ગના લોકોને સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, મે માસમાં સ્થિતિમાં થોડો સુધાર આવ્યો છે અને અંદાજ મુજબ લગભગ ૨.૧ કરોડ લોકો કામ પર પરત ફર્યા હતા. અલબત્ત, આગામી દિવસોમાં પણ પગારદાર વર્ગ માટે નોકરીનું સંકટ ઉભું થઈ શકે છે. સીએમઆઈઈના ડેટા મુજબ, માર્ચમાં ૧૦.૧ મિલિયન એટલે કે લગભગ ૧ કરોડ લોકોને પોતાનો રોજગાર ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યાંજ એપ્રિલ મહિનામાં ૧૧૩.૬ મિલિયન એટલે કે ૧૧.૩ કરોડ લોકોએ પોતાની આજીવિકા ગુમાવી દીધી હતી. એપ્રિલ મહિનામાં જ બિઝનેસ સાથે જોડાયેલા ૨ કરોડ લોકોએ પોતાના રોજગાર ગુમાવી દીધો હતો જ્યારે લગભગ ૧.૫ કરોડ સેલરીડ એમ્પલોયઝ પર જોબ લોસનું સંકટ આવી પડ્યું છે. સૌથી વધારે મુશ્કેલી નાના વેપારીઓ અને મજૂરોને પડી રહી છે. ૭.૮ કરોડ મજૂર અને નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોને એપ્રિલ મહિનામાં આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો, તેમ રિપોર્ટમાં કહેવાયું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/