ભારતમાં ૪૯.૪૭ ટકા કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પહોંચ્યા , દેશમાં માત્ર ત્રણ દિવસમાં મૃતાંક ૭ હજારથી ૮ હજાર
ભારતમાં ૪૯.૪૭ ટકા કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પહોંચ્યા , દેશમાં માત્ર ત્રણ દિવસમાં મૃતાંક ૭ હજારથી ૮ હજાર
ભારતમાં શુક્રવારે એક જ દિવસમાં કોવિડ-૧૯ના નવા ચેપગ્રસ્તોની સંખ્યા સૌપ્રથમવાર ૧૦ હજારની પાર પહોંચી હતી. જેના પગલે ચેપગ્રસ્તોની કુલ સંખ્યા વધીને ૨,૯૭,૫૩૫ પર પહોંચી ચૂકી છે. જ્યારે મહામારીથી ૨૪ કલાકમાં ૩૯૬ લોકોએ દમ તોડી દેતા મૃત્તકોની સંખ્યા વધીને ૮,૪૯૮ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ શુક્રવારે સવારે ૮ સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૦,૯૫૬ નવા કેસો સામે આવ્યા હતા. વર્લ્ડોમીટર મુજબ મહામારીના કહેરથી ભારતે ગુરુવારે જ બ્રિટનને પાછળ રાખીને દુનિયાનો ચોથા નંબરનો સૌથી પ્રભાવિત દેશ બની ચૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના વધુમાં જણાવ્યા મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં ૧,૪૧,૮૪૨ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે, જ્યારે ૧,૪૭,૧૯૪ લોકો સાજા થઈ ચૂક્યા છે. એક અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૪૯.૪૭ ટકા દર્દીઓ કોવિડ-૧૯ની સારવાર મેળવીને સ્વસ્થ થઈ ચૂકયા છે. દેશભરમાં શુક્રવારે સવારે ૮ સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં કુલ ૩૯૬ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં ૧૫૨ લોકોના, દિલ્હીમાં ૧૦૧, ગુજરાતમાં ૩૮, ઉત્તરપ્રદેશમાં ૨૪, તામિલનાડુમાં ૨૩, હરિયાણામાં ૧૨, પશ્ચિમ બંગાળમાં ૧૦, તેલંગાણામાં ૯, રાજસ્થાનમાં ૬, મધ્યપ્રદેશ અને પંજાબમાં ૪ – ૪, બિહાર અને કર્ણાટકમાં ૩ – ૩, આંધ્રપ્રદેશ, આસામ અને પોંડેચેરીમાં ૨ – ૨ તેમજ જમ્મુ-કાશ્મીરમાં ૧ વ્યક્તિનું મોત નિપજ્યા હતા. દેશભરમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કુલ ૮,૪૯૮ ચેપગ્રસ્તોના મોત નિપજ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩,૫૯૦ લોકોના મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. ત્યારબાદ ગુજરાતમાં ૧,૩૮૫, દિલ્હીમાં ૧,૦૮૫, પશ્ચિમ બંગાળમાં ૪૪૨, મધ્યપ્રદેશમાં ૪૩૧, તામિલનાડુમાં ૩૪૯, ઉત્તરપ્રદેશમાં ૩૪૫, રાજસ્થાનમાં ૨૬૫ અને તેલંગાણામાં ૧૬૫ લોકોના મોત નિપજ્યા છે. મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ આંધ્રપ્રદેશમાં ૮૦ ચેપગ્રસ્તોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કર્ણાટકમાં ૭૨, હરિયાણામાં ૬૪, પંજાબમાં ૫૯ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં ૫૨ દર્દીઓના, બિહારમાં ૩૬, કેરળમાં ૧૮, ઉત્તરાખંડમાં ૧૫, ઓડિશામાં ૯ તેમજ ઝારખંડમાં ૮ લોકોના મોત નિપજ્યા છે.કોરોના વાયરસને કારણે છત્તીસગઢ, આસામ અને હિમાચલ પ્રદેશમાં પણ ૬ – ૬ વ્યક્તિએ દમ તોડી દીદ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે અપડેટ કરાયેલા આંકડા મુજબ સંક્રમણના સૌથી વધુ ૯૭,૬૪૮ કેસો મહારાષ્ટ્રમાંથી છે. તામિલનાડુમાંથી કોરોના વાયરસના ૩૮,૭૧૬, દિલ્હીમાં ૩૪,૬૮૭, ગુજરાતમાં ૨૨,૦૩૨, ઉત્તરપ્રદેશમાં ૧૨,૦૮૮, રાજસ્થાનમાં ૧૧,૮૩૮ તેમજ મધ્યપ્રદેશમાંથી ૧૦,૨૪૧ કેસો નોંધાયા છે. પશ્ચિમ બંગાળમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૯,૭૯૮, કર્ણાટકમાં ૬,૨૪૫, બિહારમાં ૫,૯૮૩, હરિયાણામાં ૫,૯૬૮, આંધ્રપ્રદેશમાં ૫,૪૨૯, જમ્મુ-કાશ્મીરમાં ૪,૫૭૪, તેલંગાણામાં ૪,૩૨૦ અને ઓડિશામાં ૩,૩૮૬ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. આસામમાં પણ કોવિડ-૧૯ના ૩,૩૧૯, પંજાબમાં ૨,૮૮૭, કેરળમાં ૨,૨૪૪ તેમજ ઉત્તરાખંડમાં ૧,૬૪૩, ઝારખંડમાં ૧,૫૯૯, છત્તીસગઢમાં ૧,૩૯૮ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ત્રિપુરામાં ૯૧૩, હિમાચલમાં ૪૭૦, ગોવામાં ૪૧૭, મણિપુરમાં ૩૬૬, ચંડીગઢમાં ૩૩૨, પોંડેચેરીમાં ૧૫૭, લડાખમાં ૧૩૫, નાગાલેન્ડમાં ૧૨૮, મિઝોરમમાં ૧૦૨, અરુચાચલ પ્રદેશમાં ૬૧, મેઘાલયમાં ૪૪ અને આંદામાન નિકોબારમાં સંક્રમણના ૩૮ દર્દીઓ નોંધાયા છે.
ભારતમાં ખતરનાક વાયરસનો પંજો હવે ઝડપભેર વિકરાળ બનતો જઈ રહ્યો છે. એક સમયે કોવિડ-૧૯થી એક હજાર દર્દીના મોતના આંકડાને પહોંચતા ૪૮ દિવસનો સમય જોવા મળ્યો હતો. જ્યારે હવે માત્ર તેને ત્રણ દિવસનો સમય લાગી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસથી સૌપ્રથમ મૃત્યુ તા.૧૨મી માર્ચે નોંધાયું હતું. એ પછી દર્દીઓના મૃત્યુઓની સંખ્યા ૧ હજાર પર પહોંચતા ૪૮ દિવસનો સમય લાગ્યો હતો. ૨૯મી એપ્રિલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આંકડા રજૂ કર્યા ત્યારે તે સંખ્યા ૧૦૦૮ પર પહોંચી ચૂકી હતી. આમ પ્રથમ હજાર મૃત્ય બાદ મહામારનો કહેર વધતો નજરે પડ્યો હતો. બીજીવાર હજારના આંકડાને પાર કરતા કોવિડ-૧૯ને માત્ર ૧૧ દિવસનો સમય લાગ્યો હતો. તા. ૧૦મી મેએ દેશમાં ૨૦૦૦નો મૃત્યુ આંક જોવા મળ્યો હતો. તે પછીના બીજા આઠ દિવસમાં એક હજાર મૃત્યુની સાથે તા.૧૮મી મેએ ભારતમાં ૩૦૨૯ લોકોના મોત થઈ ચૂક્યા હતા. તે પછી કોરોનાનો પ્રકોપ બેકાબુ બનતો જોવા મળ્યો હતો. તા.૨૫મી મેએ મૃત્તકોની સંખ્યા ૪૦૨૧ પર પહોંચી તો ૩૧મી મે સુધીમાં આ આંક ૫૧૬૪ પર પહોંચી ચૂક્યો હતો. જેમાં માત્ર ૬ દિવસમાં ૧,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે પછીના ૪ દિવસમાં ૧,૦૦૦ લોકોના મોતની સાથે ભારતમાં મૃત્તકોની સંખ્યા ૬૦૭૫ પર પહોંચી હતી. તા.૮મી જૂન સુધીમાં ૭૧૩૫ મૃત્યુ અને ૧૧મી જૂને આ સંખ્યા ૮૧૦૨ પર પહોંચી ગઈ હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/