પાક.માં ફસાયેલા ભારતીયો હવે સ્વદેશ પરત ફરી શકશે પાકિસ્તાનમાં ૬૯૩ ભારતીયો ફસાયેલાઓમાં છાત્રો, તીર્થયાત્રી તેમજ અન્ય અંગત કારણસર મુસાફરીના છે
પાક.માં ફસાયેલા ભારતીયો હવે સ્વદેશ પરત ફરી શકશે પાકિસ્તાનમાં ૬૯૩ ભારતીયો ફસાયેલાઓમાં છાત્રો, તીર્થયાત્રી તેમજ અન્ય અંગત કારણસર મુસાફરીના છે
કોરોનાનો કહેર અને લોકડાઉનના કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને હવે રાહત મળી શકે તેમ છે. આગામી ૨૩મી જૂને તેઓ સ્વદેશ પરત ફરી શકે છે. હજુ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા સત્તાવાર મંજૂરી અપાઈ નથી. પરંતુ બંને દેશના વચ્ચે રાજકીય ચેનલના માધ્યમથી માર્ગ ખુલ્લો કરાયો છે. પાકિસ્તાનમાં ૬૯૩ ભારતીયો ફસાયેલા છે. આ તમામને એક સાથે પરત લાવવાનો પ્રયાસ જારી છે. જેમાં છાત્રો, તીર્થયાત્રીઓ તેમજ અન્ય અંગત કારણસર મુસાફરી કરનારા ભારતીયોનો સમાવેશ થાય છે. સુત્રોના જણાવ્યા મુજબ લોકડાઉનમાં ભારતમાં ૩૦૦થી વધુ પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયા હતા. ત્યારબાદ તબકકાવાર ભારત કુલ ૩૧૨ પાક નાગરિકોને પરત તેમના દેશમાં રવાના કરી ચૂક્યું છે. તેમાં દિલ્હી અને તેની આસપાસના વિસ્તાર ઉપરાંત મુંબઈ અને કોલક્તા જેવા દૂરના શહેરમાં ફસાયેલા પાક નાગરિકોનો પણ સામેલ છે. દુનિયાના જુદાં જુદાં દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે વંદે ભારત અને સમુદ્ર સેતુ અભિયાન હાથ ધરાયું હતું. દ્ગવે પડોશી દેશોમાંથી લેન્ડ બોર્ડરથી ભારતીયોના ઘરવાપસીનો રસ્તો શરૂ કરનાર છે. સુત્રોના જણાવ્યા મુજબ ભારતીયોને પાકમાંથી પરત લાવવામાં વિલંબ થવાનું એક કારણ એ હતું કે સ્વદેશ આગમન બાદ પંજાબમાં તેમણે કોરન્ટાઈન થવાનું હતું. પરંતુ પંજાબમાં તેની સુવિદ્યા ઉપલબ્ધ ન હતી. આ જ પ્રકારનું કારણ અન્ય કેટલાક રાજ્યો દ્વારા રજૂ કરાયું હતું. જ્યારે હવે તેમને વાઘા બોર્ડરથી સ્વદેશ લાવીને તેમનાં ગૃહ રાજ્યોમાં મોકલી દેવાશે, જ્યાં તેમને નિયત સમયગાળા સુધી કોરન્ટાઈનમાં રહેવું પડશે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/