મણિપુર ભાજપ સરકારમાં ભંગાણ ૩ સભ્યો કોંગ્રેસમાં , કેટલાક રાજ્યોના સત્તા પલટાનો બદલો લેતી કોંગ્રેસ
મણિપુર ભાજપ સરકારમાં ભંગાણ ૩ સભ્યો કોંગ્રેસમાં , કેટલાક રાજ્યોના સત્તા પલટાનો બદલો લેતી કોંગ્રેસ
મણિપુરના નાયબ મુખ્યમંત્રી વાય. જોયકુમાર સિંહ સહિત નેશનલ પીપુલ્સ પાર્ટી(એનપીપી)ના ૪ મંત્રીએ બુધવારે રાજ્યની ભાજપની જોડાણવાળી સરકારમાંથી રાજીનામા ધરી દીદ્યા હતા. જોયકુમાર ઉપરાંત જનજાતીય અને પર્વતીય ક્ષેત્ર વિકાસ મંત્રી એન. કાઈશી, યુવા અને રમતગમત વિભાગના મંત્રી લેતપાઓ હાઓકિપ અને આરોગ્ય મંત્રી એલ.જયંતકુમાર સિંહે મુખ્યમંત્રી એન. બિરેનસિંહને પોતાના રાજીનામા સુપરત કર્યા હતા. જોયકુમાર સિંહે જણાવ્યુ હતું કે અમે મુખ્યમંત્રીને રાજીમાના આપી દીદ્યા છે. રાજીનામા આપનાર ધારાસભ્યોમાં ત્રણ ભાજપના, એક ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને એક અપક્ષનો સમાવેશ થાય છે. ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસના સભ્ય બનીને પક્ષનો ખેસ ધારણ કર્યો છે. તેની સાથે એનપીપી નેતાઓએ પણ કોંગ્રેસને ટેકો આપવાની વાત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા ઓકરામ ઈબોબી સિંહ રાજ્યપાલ નજમા હેપતુલ્લા સમક્ષ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને એન.બિરેન સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની માગ કરનાર છે. મુખ્યમંત્રી એન.બિરેનસિંહના વિરુધ્ધ કુલ સંખ્યા બળ હવે ૨૮નું છે. જેમાં ૨૦ ધારાસભ્યો કોંગ્રેસમાંથી, ૪ એનપીપી, ૨ ભાજપમાંથી(જેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીદ્યું), ૧ એઆઈટીસી અને એક અપક્ષ સભ્યનો સમાવેશ થાય છે. ભાજપના નેતૃત્વ સભરની સરકારમાં સામેલ એક કોંગ્રેસી ધારાસભ્યને તાજેતરમાં જ મણિપુર વિધાનસભાની સદસ્યતાથી અયોગ્ય જાહેર કરી દેવાયા છે. જેના પગલે વિધાનસભામાં હાલ ૫૯ ધારાસભ્યો છે. મણિપુરમાં વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કુલ ૬૦ ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતી વિધાનસભામાં ભાજપએ ૨૧ બેઠકો પર વિજય મેળવ્યો હતો. તો ૨૮ બેઠકોની સાથે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/