ગુજરાતદેશ દુનિયા

રાજ્યસભા : રાજ્યમાં ભાજપને ત્રણ, કોંગ્રેસને એક બેઠક મળી , ગુજરાતમાં અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરિ અમીન ભાજપમાંથી અને શક્તિસિંહ કોંગ્રેસમાંથી જીત્યા

રાજ્યસભા : રાજ્યમાં ભાજપને ત્રણ, કોંગ્રેસને એક બેઠક મળી , ગુજરાતમાં અભય ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરિ અમીન ભાજપમાંથી અને શક્તિસિંહ કોંગ્રેસમાંથી જીત્યા

દેશનાં આઠ રાજ્યોની ૧૯ રાજ્યસભાની સીટો માટે શુક્રવારે મતદાન થયું હતું. ગુજરાતમાં ભાજપને ત્રણ બેઠક મળી છે જ્યારે કોંગ્રેસને એક બેઠક મળી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વોટ અંગે કોંગ્રેસે વાંધો લીધો હતો પણ તે પછી તેને ફગાવી દેવાયો હતો અને સાંજ સુધીમાં પરિણામ જાહેરા કરાયું હતું. કોંગ્રેસના ધારાસભ્યો તૂટતાં અને બીટીપીએ મતદાનથી અળગા રહેતાં ભાજપને ત્રણ બેઠકો આસાનીથી મળી ગઈ હતી. મતગણતરી દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો છે. જો કે કોંગ્રેસની આ અરજીને ચૂંટણીપંચે ફગાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસે આ વાંધો મતદાનના સમયે ઉઠાવવાનો હતો, મતગણતરીના સમયે નહીં કહીને આ વાંધો ફગાવી દીધો છે. ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા મતદાન બાદ કોંગ્રેસે બંનેના મત રદ કરવા અરજી કરી હતી. ભુપેન્દ્રસિંહના ધારાસભ્ય પદ અંગેની મેટર સબજ્યુડિશિયલ હોવાના કારણે મત અલગ રાખવા માંગ કરી છે. જ્યારે કેશરીસિંહ ફિટ હોવાછતાં અનફિટના ખોટા પુરાવા આપ્યા છે. જેને કારણે કારણે મત ગણતરીમાં વિલંબ થયો હતો. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જીતી ગયા છે જ્યારે ભાજપના અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીનનો વિજય થયો છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી હારી ગયા છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં ત્રણ રાજ્ય સભાની સીટોમાંથી ભાજપના ખાતામાં બે સીટ ગઈ છે. ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા જીતી ગયા છે. કોંગ્રેસમાંથી દિગ્વિજયસિંહ જીત્યા છે. રાજસ્થાનની બેમાંથી એક બેઠક પર કોંગ્રેસ અને એક પર ભાજપને જીત મળી છે. પાર્ટીના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી જીત્યા છે. ભાજપને એક સીટ મળી છે જેમાં રાજેન્દ્ર ગેહલોતને જીત  મળી છે. આન્ધ્રપ્રદેશની ૪ સીટો પર મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસને જીત મળી છે. દસ રાજ્યોની ૨૪ રાજ્યસભા સીટ પર ચૂંટણી થવાની હતી પરંતુ ૨ રાજ્યની ૫ સીટો પર કોઇ પણ પ્રકારના વિરોધ વિના ઉમેદવારોની પસંદગી થઇ હતી. તેથી ૧૯ સીટો પર વોટિંગ થયું હતું. ઝારખંડમાં પણ બે સીટો પર મતદાન થયું હતું જેમાંથી એક જેએમએમ અને એકમાં ભાજપને જીત મળી છે. સીબુ સોરેન હવે રાજ્યસભામાં ગયા છે. આંધ્રપ્રદેશની ચારેય સીટો પર વાયએસઆર કોંગ્રેસે જીત મેળવી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button