ચીનને વળતો જવાબ આપવા સૈન્ય સક્ષમ છે : વાયુદળ વડા , કોઇ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ, શહીદોના બલિદાનને એળે નહિ જવા દેવા ખાતરી
ચીનને વળતો જવાબ આપવા સૈન્ય સક્ષમ છે : વાયુદળ વડા , કોઇ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ, શહીદોના બલિદાનને એળે નહિ જવા દેવા ખાતરી
ચીન સાથે સરહદે ચાલી રહેલા ઘર્ષણ મામલે ભારતીય વાયુ દળના વડા આરકેએસ ભદૌરિયાએ સમગ્ર દળ વળતો જવાબ આપવા પૂરતું સક્ષમ અને સજ્જ હોવાનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે એરફોર્સે સ્થિતિનું વિશ્લેષણ કર્યું છે અને અંકુશ રેખા પરની સ્થિતિથી સંપૂર્ણ સભાન છે અને કોઇ પણ આકસ્મિક સ્થિતિનો સામનો કરી શકે છે. દંદિગલમાં એર ફોર્સ એકેડમી ખાતે ગ્રેજ્યુએશન પરેડને સંબોધતાં ભદૌરિયાએ કહ્યું હતું કે એર ફોર્સ લડાખના ગલવાનમાં અમારા બહાદુર સૈનિકોએ આપેલા બલિદાનને એળે નહિ જવા દે. ઉલ્લેખનીય છે કે ૧૫ જૂનના રોજે ગલવાન ખીણમાં ચીન સાથેના ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. જે ૫૦ વર્ષમાં ચીન સાથેનું સૌથી મોટું ઘર્ષણ હતું. ભદૌરિયાએ કહ્યું હતું કે આ એકદમ સ્પષ્ટ કરવું જોઇએ કે અમે સુસજ્જ છીએ અને કોઇ પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા યોગ્યરીતે તૈનાતી કરી શકીએ છીએ. હું રાષ્ટ્રને વિશ્વાસ અપાવું છું કે અમે વળતો જવાબ આપવા સક્ષમ છીએ અને શહીદોના બલિદાનને એળે નહિ જવા દઇએ. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઉમેર્યું હતું કે અમને સંપૂર્ણ સ્થિતિનો ખ્યાલ છે. એ અંકુશ રેખાની વાત હોય, ત્યાં સેનાની તૈનાતીની વાત હોય. આ ઉપરાંત હવામાં તૈનાતી, તેમની સ્થિતિ અને તૈનાતીના પ્રકાર અમે તમામ મોરચે સજ્જ છીએ. ભદૌરિયાએ કહ્યું હતું કે અમે સંપૂર્ણ વિશ્લેષણ કરી લીધું છે અને કોઇ પણ આકસ્મિક સ્થિતને પહોંચી વળવા માટે જરૂરી તમામ આવશ્યક પગલા પણ લઇ લીધા છે. દેશભરમાં આવેલા વાયુદળના હવાઇ અડ્ડાઓએ સ્થિતિનો સામનો કરવા માટે જરૂરી પગલાં લઇ લીધા છે. અમે તેમના (ચીન)ના ફીલ્ડ્સને જાણીએ છીએ. તેમના એરફીલ્ડ્સ અને તેમની સેના કયાં તૈનાત છે તે પણ જાણીએ છીએ. ઓપરેશન બેઝિસ શું છે તેની પણ અમને જાણ છે તેમ તેમણે ઉમેર્યું હતું. લશ્કરી વાટાઘાટો દરમિયાન સધાયેલી સમજૂતી બાદ ચીને લીધેલા અસ્વીકાર્ય પગલા છતાં અંકુશ રેખાએ હાલની સ્થિતિનો શાંતિપૂર્ણ ઉકેલ થાય તે માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે તેમ ભદૌરિયાએ કહ્યું હતું.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/