ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ : સારવાર હેઠળ , હાલમાં જ કોંગ્રસ તરફથી રાજ્યસભાની ચૂંટણીમાં હારી ગયા હતા ઃ સંપર્કમાં આવનારા નેતાઓમાં ચિંતા ફેલાઈ
ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. રાજ્યસભાની એક બેઠક હાર્યા બાદ ગુજરાત કોંગ્રેસ ફરીથી મુશ્કેલીમાં મુકાઈ છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ રાજ્યસભા ઉમેદવાર ભરત સિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા પક્ષના બેળામાં ખળભળાટ મચ્યો છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ તેઓ રાજ્યસભાની ચૂંટણી હારી ગયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે વડોદરાની બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સહિત તેમની સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં. આવામાં હાલ કોંગ્રેસના નેતાઓ ચિંતામાં પડયાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગતરોજ કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક ૫૮૦ કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ બાદ સુરત માટે સૌથી ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સુરતમાં કોરોનાનાં ૧૭૬ કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે. અને ૬૫૫ દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક ૨૭૩૧૭ પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક ૧૬૬૪ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૧૯૩૫૭ પર પહોંચ્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/