ગુજરાત

પ્રેમ પ્રકરણ ની જૂની અંગત અદાવત માં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, યુવકની છાતી ઉપર બંધુક મૂકી ફરિયાદ ના કરવાની ધમકી આપી ! વડોદરા માં ગુંડાઓ બન્યા બેફામ!

પ્રેમ પ્રકરણ ની જૂની અંગત અદાવત માં યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો, યુવકની છાતી ઉપર બંધુક મૂકી ફરિયાદ ના કરવાની ધમકી આપી ! વડોદરા માં ગુંડાઓ બન્યા બેફામ!

વડોદરા માં મકરપુરા વિસ્તાર માં એક યુવક ને ઢોરમાર મારી-મારીને બેભાણ કરી નાખ્યો, મકરપુરા ગામમાં રહેતા એક ૨૩ વર્ષીય યુવાનને સોમવારે બપોરના સમયે તેની પૂર્વ પ્રેમિકાના ભાઈએ મળવા માટે બોલાવ્યો હતો. જ્યાથી તેનું કારમાં અપહરણ કરીને જીઆઇડીસી બસ સ્ટોપ પાસેની એક ઓફિસમાં લઇ ગયા હતા. જ્યાં તેને ઢોર માર મારીને મૂકી રાખ્યો હતો. બપોર સુધી યુવક ઘરે ન આવતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. યુવક દર્દથી કણસતી હાલતમાં ઓફિસમાંથી મળી આવતા પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને અપહરણ કરીને માર મારનાર લોકો વિરુદ્ધ મકરપુરા પોલીસમથકે ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરી હતી. મકરપુરા ગામમાં આવેલ ઊંડા ફળિયામાં રહેતો રાજેન્દ્ર ચાવડા (ઉં.વ .૨૩) મકરપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં કોન્ટ્રાકટ પર કામ કરે છે. આજથી ચારેક વર્ષ અગાઉ તેનો મકરપુરા સ્થિત ગોકુલનગરમાં રહેતા એક એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. ગત વર્ષે જ તેણીનાલગ્ન થઇ જતા રાજેન્દ્ર તેણીની સાથેના તમામ સબંધો પુરા કરી દીધા હતા. જોકે, સંબંધો પુરા કરી દીધા હોવા છતાં ગત ૨૪ મી- એપ્રિલના રોજ રાજેન્દ્રની બર્થડે હોવાથી તેની પૂર્વ પ્રેમિકાએ જન્મદિવસ ની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો. આ ફોનકોલ બાદ બંને વચ્ચે ફરી એક વખત વાતચીતનો દોર શરુ થયો હતો. આ અંગે તેણીના પતિને જાણ થતા પતિએ બે-ત્રણ દિવસ અગાઉ તેના સાળાને વાત કરી હતી. ત્યારબાદ સોમવારે 23 તારીખ બપોરે એક ગાડી માં આવેલ માથાભારે તત્વો એકલતાનો લાભ લઇ છેતરીને રાજેન્દ્રને ફોન કરીને મકરપુરા ગામમાં આવેલી સ્કુલ પાસેનાં મેદાનમાં મળવા બોલાવ્યો હતો. સોમવારે બપોરના ૧૨ઃ ૩૦ વાગ્યાના છે સુમારે રાજેન્દ્ર તેના મિત્ર કેયુરને સાથે લઈને સ્થળ પર પહોંચ્યો હતો. જ્યા એક કાળા રંગની કારમાં રાજેન્દ્રની પૂર્વ પ્રેમિકાનો ભાઈ આવ્યો હતો અને રાજેન્દ્રને અંદર બેસાડીને ચાલ્યો ગયો હતો. આ વાતને ત્રણેક કલાકનો સમય વીતી ગયા બાદ પણ રાજેન્દ્ર ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોને ચિંતા થઇ હતી. તેઓએ આ અંગે કેયૂરને પૂછતાં સમગ્ર મામલો તેમના સામે આવ્યો હતો અને પોતાના પુત્રને કંઈ ક થઇ ગયું હશે તેવી ચિંતા વચ્ચે શોધખોળ હાથ ધરી હતી. રાજેન્દ્રને કારમાં બેસાડ્યા બાદ પૂર્વપ્રેમિકાનો ભાઈ મકરપુરા જીઆઇડીસી બસ સ્ટોપ પાસેની ઓફિસમાં લઇ ગયો હોવાનું જાણવા મળતા તેના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. જ્યા રાજેન્દ્ર અર્ધબેભાન હાલતમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર માટે લઇ ગયા હતા અને મકરપુરા પોલીસમથકે અપહરણ કરીને માર મારનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી , પ્રાપ્ત વિગત અનુસાર 4 આરોપીઓ ની ધરપકડ પોલીસે કરી લીધી છે અને 1 આરોપી ની ધરપકડ બાકી,

આવા બેફામ બનેલા ગુંડાઓ ને લાગે છે વડોદરા પોલીસ નો ડર રહ્યો છે???
પિસ્તોલ કોની હતી અને ક્યાંથી આવી એ તપાસ નો વિષય બન્યો!!

આરોપીના નામ
(1) ભાવેશ આલગોતર. રહે, વાઘોડિયા વડોદરા
(2) અનુજ બાબુભાઇ ભરવાડ. રહે, ગોકુલનગર મકરપુરા વડોદરા
(3) બાબુભાઇ કાવાભાઇ ભરવાડ. રહે, ગોકુલનગર મકરપુરા વડોદરા
(4) અક્ષય ખેંગારભાઈ ભરવાડ. રહે, ગોકુલનગર મકરપુરા વડોદરા
(5) ભીમભાઈ કાવાભાઈ ભરવાડ. રહે, ગોકુલનગર મકરપુરા વડોદરા

નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button