શેરખી ના ખેડૂતે અન્યાય સામે ન્યાય મેળવવા ઉપવાસ આંદોલન કર્યું ! અધિકારીઓ ની મૌખિક બાંહેધરી પછી ખેડૂતે અન્ન ગ્રહણ કર્યું ! યુવા સેના ગુજરાત ની મહેનત રંગ લાવી!
શેરખી ના ખેડૂતે અન્યાય સામે ન્યાય મેળવવા ઉપવાસ આંદોલન કર્યું ! અધિકારીઓ ની મૌખિક બાંહેધરી પછી ખેડૂતે અન્ન ગ્રહણ કર્યું ! યુવા સેના ગુજરાત ની મહેનત રંગ લાવી!
શહેર નજીક શેરખી ગામે આવેલી કરોડો રૂપિયાની જમીન મુળ માલિકની જાણ બહાર બારોબાર વેચી દીધા બાદ છેલ્લા સાત વર્ષથી કલેકટર, પો.કમીશ્નર, જિલ્લા પો.વડા, ગૃહમંત્રી, મુખ્યમંત્રીને રજૂઆત કરી થાકેલા ૮૫ વર્ષીય ખેડૂતે આમરણ ઉપવાસ આંદોલન છેડ્યું છે જે આગામી દિવસોમાં ગાંધીનગર સચીવાલય લઇ જવાશે એમ રજૂઆતો કરી થાકેલા ૮૫ વર્ષિય વૃદ્ધ જણાવ્યું છે. શેરખી ગામે રહેતાં ૮૫ વર્ષિય ચંદ્રસિંહ સામંતસિંહ ગોહિલ અને તેમના વારસદારો બ્લોક સર્વે નંબર ૨૯૧/ ૧ થી જમીન ધરાવે છે. જેમાં ખેડૂતોના ૧૨ નામ છે. જમીનનું માપ ૦-૭૭-૯૦ છે તેમ છતાં આ જમીનમાં ૧૧/ ૪/ ૨૦૧૨/ ના રોજ થઇ ધારા તેમજ રજીસ્ટ્રાર સાથે
ભેગા મળી જઇ ફક્ત ૦-૩૬-૩૦ ચો.મી.નો દસ્તાવેજ કરેલો છે. આ દસ્તાવેજમાં ફક્ત ત્રણ ખેડૂતોની સહિથી નોંધણી વિભાગે દસ્તાવેજ કર્યો હતો અને પૈસા લઇ પ્રમાણીત કર્યો હતો. આ આખા કૌભાંડની રજૂઆત મુખ્યમંત્રીને ૨૬-૯-૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે, તા.૨૦-૭-૧૩ ના રોજ વડોદરા ગ્રામ્ય સીટમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ આપી હતી જેની આજદીન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તા.૨૦-૯-૧૪ના રોજ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી અને કાર્યાલય દ્વારા મહેસુલ વિભાગને કાર્યવાહી કરવા માટે જણાવાયું હતું. મુખ્યમંત્રી કાર્યાલયની સુચનાછતા મહેસુલ વિભાગે આજદીન સુધી કાર્યવાહી કરી નથી. ૨૦-૯-૧૪ના રોજ શહેર પોલીસ કર્મીશ્નરને પણ ફરિયાદ આપી હતી. પો.કર્મી.એ જિલ્લા લોકફરિયાદ વિભાગન કાર્યવાહી કરવા જણાવ્યું હતું તેમ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. તા.૮-૧૦-૧૪ના રોજ વડોદરા ગ્રામ્ય મામલતદારને અરજી આપી હતી. જેમાં ૨૬૮ પાનાના પુરાવા સહિત ફરિયાદ છતાં કોઇ કાર્યવાહી થઇ નથી. નાછુટકે આ અંગે હાઇકોર્ટમાં જઇ દાદ માંગતા વડી અદાવતકડાયરેકશન આપતો પોલીસ અધિકારી, કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન, નાયબ કલેક્ટર તથા મામલતદાર ઇધરાકેન્દ્ર મહેસુલ વિભાગનેઆ મામલે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો તેમ છતાં માત્ર ભુ માફિયાદ વિરૂદ્ધ કાર્યવાહી કરી ભ્રષ્ટ્ર અધિકારીઓને બચાવી લેવાયા હતાં. આ મામલે અનેક કક્ષાએ રજૂઆતો બાદ પણ ખેડૂતને ન્યાય મળ્યો નથી. નિર્ણય અપાયો નથી સિવીલ કોર્ટ, હાઇકોર્ટ, મહેસુલ વિભાગમાં અમદાવાદ કેસ ચાલે છે તેમ છતાં ઇન્ચાર્જ મામલતદાર આર.બી.પરમારે ભુમાફિયાઓ સાથે મળી જઇ ૨૫-૭-૧૯ના રોજ જમીન અંગેની નોંધ
પ્રમાણીત કરતો હુકમ કર્યો હતો એમ રજૂઆતમાં
જણાવાયું છે. આમ મુખ્યમંત્રીથી માંડી કલેક્ટર, પો.કર્મી
અને હાઇકોર્ટમાં ૭ વર્ષ સુધી રજૂઆત દાદ માંગવા છતાંન્યાય નહીં મળતાં શેરખીના ૮૫ વર્ષીય વૃદ્ધ ચંદ્રસિંહ ગોહિલને ભુમાફિયા અને ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે આ ઉમંરે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું છે, આ 85 વર્ષીય ખેડૂત ની પડખે યુવા સેના ગુજરાત અધ્યક્ષ લખન દરબાર આવ્યા હતા, લખન દરબાર દ્વારા ધારદાર રજૂઆતો પછી આખરે સરકારી અધિકારીઓ ની આંખો ખુલી અને આજ રોજ મૌખિલ અને લેખિત બાંહેધરી આપી આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા 85 વર્ષીય ખેડૂતને અન્ન ગ્રહણ કરવાનું કહ્યું, 85 વર્ષીય ખેડૂત ને બાંહેધરી મળતા ઘણા દિવસો પછી અન્ન નો ગ્રહણ કર્યો હતો, યુવા સેના ગુજરાત અધ્યક્ષ લખન દરબાર અને સમગ્ર ટીમ ની મહેનત આખરે રંગ લાવી અને ખેડૂત ને ન્યાય અપાવ્યો, વધુ માં જો આ સરકારી અધિકારીઓ ખેડૂત ને તેને જમીન પાછી આપવામાં કોઈ કચાસ કરશે તો અમારી સમગ્ર ટીમ ખેડૂત જોડે જ છે,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/