લદ્દાખના દેપસાંગમાં ચીન મોરચો ખોલવાની તૈયારીમાં , પાડોશી ચીન દેપસાંગમાં કંઈ નવાજૂની કરી શકે છે તેનો અણસાર આવી જતા ભારતે પોતાની હાજરી વધારી હતી
લદ્દાખના દેપસાંગમાં ચીન મોરચો ખોલવાની તૈયારીમાં , પાડોશી ચીન દેપસાંગમાં કંઈ નવાજૂની કરી શકે છે તેનો અણસાર આવી જતા ભારતે પોતાની હાજરી વધારી હતી
(પ્રતિકાત્મક તસ્વીર)
લદ્દાખની ગલવાન ઘાટીમાં નવાજૂની કર્યા બાદ ચીની સેના હવે કેટલાક નવા વિસ્તારોમાં સક્રિય થઈ છે. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દોલતત બેગ ઓલ્ડી અને દેપસાંગ સેકટરમાં નવા મોરચો ખોલે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. ચીની સેનાએ દોલત બેગ ઓલ્ડીમાં ઘેરાબંધી કરવાની તૈયારી આદરી હોવાની જાણકારી કેટલાક આંકડા પરથી સામે આવી છે. જૂન માસમાં જ ચીની બેઝની પાસે કેમ્પ અને વાહન જોવા મળ્યા હતા. ચીન દ્વારા આ બેઝ કેમ્પ ૨૦૧૬ પહેલાં જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ જૂન માસની સેટેલાઈટ તસવીરોથી જાણકારી મળી રહી છે કે નવા કેમ્પ અને વાહનો માટે ટ્રેક તૈયાર કરાયા છે. જમીન પરના ટ્રેકિંગ માધ્યમથી પણ વાતને સમર્થન મળ્યું છે. ભારતને ચીન દેપસાંગમાં કંઈક નવાજૂની કરી શકે છે, તેનો અણસાર મે માસમાં જ આવી ગયો હતો. એથી તે જ સમયે પોતાની હાજરી વધારી દીધી હતી. દેપસાંગ વિસ્તારમાં ચીની સેનાએ વર્ષ ૨૦૧૩માં ઘુસણખોરી કરી હતી. ગલવાન ઘાટીમાં બંને સેનાઓ વચ્ચેના હિંસક ઘર્ષણ બાદ જુદી જુદી કક્ષાએ બંને દેશો વચ્ચે વાતચીતનો દૌર જારી છે. સૈન્ય કક્ષાએ સંવાદ બાદ આજે ભારત અને ચીનની વચ્ચે રાજકીય કક્ષાએ વાતચીત થશે. ભારત અને ચીનના વચ્ચે આજે જોઈન્ટ સેક્રેટરી વાત કરશે. ભારત બાજુથી સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ હશે, જ્યારે ચીન તરફથી સરહદી વિભાગના ડીજી વાતચીતમાં સામેલ થનાર છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/